રાધનપુર બનાસ નદીના પુલ પર અકસ્માત : એક મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:16:45
  • Views : 526
  • Modified Date : 2019-05-25 11:16:45

પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગ ઉપર અવારનવાર બની રહેલા માર્ગ અકસ્માતના બનાવોને લઈને અનેક નિર્દોષ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો આપી અકસ્માતોના બનાવોને રોકવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ પુરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા વાહનચાલકો દ્વારા બેફામ પણે પોતાના વાહનો હંકારી આવા માર્ગ અકસ્માતના બનાવો સર્જી અનેક નિર્દોષ માનવ જિંદગીને મોતના મુખમાં ધકેલી દેતા પરિવારજનો પર દુઃખની કાલીમા છવાઈ જતી હોય છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ રાધનપુર તાલુકાના બનાસ નદીના પુલ પર પેસેન્જર રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાતા એક નિર્દોષ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ જવા પામી હતી. બનાવની મળતી હકીકત મુજબ રાધનપુર બનાસ નદીના પુલ પર પેસેન્જર રીક્ષા અને સામેથી આવી રહેલ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. જયારે અન્ય બે શખ્સોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાધનપુરના બનાસ નદીના પુલ ઉપર સર્જાયેલા અકસ્માતના બનાવને લઇ માર્ગની બંને સાઈડ ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી.


Download Our B K News Today App



Related News