બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી બનાસનદીમાં પાણી છોડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-18 11:10:39
  • Views : 1000
  • Modified Date : 2020-05-18 11:10:39

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ડેમ દાંતીવાડામાંથી  બનાસ નદીના પટમાં ૬૦૦ ક્યુસેક
પાણી છોડવામાં આવ્યું. વરસાદ પહેલા દાંતીવાડા ડેમના મુખ્ય ગેટ રીપેરીંગ કરવાના હોય ડેમનું પાણી ખાલી કરવામાં આવતું હતું. જે અંતર્ગત આજે બનાસ નદીના પટમાં ડેમના
પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય ડેમ દાંતીવાડા છે. દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ૫૪૦ હતી. ચોમાસાને હજુ બે માસનો સમય છે. આ સમય પહેલા
દાંતીવાડા ડેમના ગેટ રીપેરીંગ કરવાના હોય ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતું હતું. સ્થાનિક ખેડૂતોની માંગ હતી કે દાંતીવાડા અને તેની
આજુબાજુના વિસ્તારમાં
પાણીના તળ ઉંડા ગયા છે જેથી નદીના પટમાં ડેમનું પાણી છોડવામાં આવે. જે મામલે બનાસકાંઠાના સંસદસભ્ય
પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા તેમજ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ સરકારે બનાસ નદીના પટમાં ૬૦૦ ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા જ  ડીસાના ધારાસભ્ય શશીકાંત
પંડયાએ ખેડૂત આગેવાનો સાથે મળી બનાસ નદીના પટમાં
દાંતીવાડા ડેમ નું ૬૦૦ ક્યુસેક પાણી છોડાયું હતું. પોતાના જન્મદિવસ નિમિત્તે આટલી અમૂલ્ય ભેટ સ્થાનિક ખેડૂતોને મળતા તેમણે સરકારનો આભાર માન્યો હતો.
બનાસ નદીના પટમાં  ૬૦૦ ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. બનાસકાંઠામાં સૌથી મોટો પ્રશ્ન એ ભૂગર્ભ જળનો છે. દિન-પ્રતિદિન ભૂગર્ભ જળના તળ ઉંડા જતા ખેડૂતો મોટી હાલાકી ભોગવતા હતા. હવે જ્યારે ઉનાળાના કપરા સમયમાં ડેમનું પાણી નદીના પટમાં જોડાયું છે ત્યારે તેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતો ને થશે. નદીના તળ ઊંચા આવતાં ખેડૂતોની મુશ્કેલી દૂર થશે. આ છોડાયેલા પાણીના કારણે ખેડૂતોમાં આનંદ છે. સારો વરસાદ થાય અને ફરી ડેમ ભરાઈ બનાસ નદીમાં પાણી છોડાય તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.

Download Our B K News Today App



Related News