ઉપરવાસમાં સારો વરસાદ થતાં બનાસ નદીમાં નવા નીર આવ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 10:54:02
  • Views : 1049
  • Modified Date : 2020-08-08 10:54:02

ઉપરવાસમાં સારો વરસાદ પડતા અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. જેને લઈ લોકોમાં આનંદ છવાયો હતો.
રાજસ્થાનના ડુંગરાળ તેમજ અમીરગઢ તાલુકામાં ગુરુવારના બપોર બાદ સાર્વત્રિક વરસાદ પડયો હતો. જેના લીધે અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરતી અને બનાસકાંઠાવાસીઓ માટે જીવાદોરી સમાન માનવામાં આવતી બનાસ નદીમાં સારા પાણીનો પ્રવાહ આવતા ધરતીપુત્રો સહિત લોકોના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અમીરગઢ તાલુકામાં સાર્વત્રિક શુક્રવારની સવાર સુધી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના લીધે માર્ગો પર તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમીરગઢ સહિત રાજસ્થાનમાં ઓગસ્ટ શરૂ થયો હોવા છતાં નહીંવત વરસાદ નોંધાતા ખેડૂતો સહિત લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જોકે મોડે મોડે પણ નોંધપાત્ર અને બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે.

Download Our B K News Today App



Related News