ઉપરવાસમાં ભારે વરસાદ બનાસનદી બે કાંઠે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 11:40:00
  • Views : 1099
  • Modified Date : 2019-07-30 11:40:00

ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીરની આવક થતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેથી  ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પણ નવા નીર આવવાના શરૂ થઈ ગયા છે. બનાસનદી એ બનાસકાંઠાના લોકો માટે જીવાદોરી સમાન છે અને છેલ્લાં બે વર્ષથી આ નદી કોરી ધાકોર હતી.  છેલ્લે ૨૦૧૫ અને ૨૦૧૭ના પુર આવતા બનાસનદી બે કાંઠે વહી હતી. પરંતુ ગત વર્ષે દુષ્કાળના કારણે ફરીથી આ બનાસ નદીમાંથી પાણી સુકાઈ ગયું હતું અને આ વર્ષે  પણ વરસાદ ખેંચાતા પાણીના તળ ઉંડા જતા રહ્યા હતા. તેવામાં બનાસનદીમાં ફરી નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને નદીમાં પાણી આવતા પાણીના તળ ઊંચા આવશે અને ખેતીમાં પણ ફાયદો થશે તેમ ખેડૂતો માની રહ્યા છે.  તો પાણી આવતા ફરી સજીવન થયેલી  બનાસ નદીને જોવા લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા હતા અને રમણીય વાતાવરણની મજા માણતા નજરે ઓળયા હતા. જ્યારે હજુ પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેશે અને બનાસનદીમાં પાણીની આવક ચાલુ રહેશે તો દાંતીવાડા ડેમમાં પાણી વધવાની શકયતાઓ છે.

Download Our B K News Today App



Related News