બનાસડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર ડૉકટરોનો સન્માન સમારોહ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 12:35:31
  • Views : 285
  • Modified Date : 2021-07-02 12:35:31

     બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ પાલનપુર માં જિલ્લાનું સૌથી મોટું કેર સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જેમાં એક હજાર થી વધારે કોરોના દર્દીઓ સાજા થઇ પરત ફર્યા છે. આજે જ્યારે ડોક્ટર દિવસ છે ત્યારે બનાસ મેડીકલ કોલેજમાં જે ડોક્ટર અને પેરામેડીકલ સ્ટાફને એ કોરોના મહામારી વચ્ચે લોકોની સેવા કરી છે. તેમના સન્માનનો કાર્યક્રમ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ના નેતૃત્વમાં યોજાયો. જેમાં ડોક્ટરોને બોનસ રૂપે બે પગાર બોનસરૂપે આપવામાં આવ્યા. આજે યોજાયેલા સન્માન કાર્યક્રમમાં બનાસ મેડીકલ કોલેજના તમામ તબીબ મિત્રો હાજર રહ્યા હતા. ડોકટરોએ કરેલી લોકસેવાને તમામ આગેવાનોએ બિરદાવી હતી. કોરોના મહામારી સમય ડોક્ટરે ભગવાનનું રૂપ હતા. તેમણે કરેલી સેવા હંમેશા યાદ રહેશે તેવું તમામ આગેવાનોએ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News