અમીરગઢની બનાસનદીમાં નીર આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 11:00:11
  • Views : 745
  • Modified Date : 2019-07-08 11:00:11

બનાસનદીમાં નવા નીર આવ્યા છે. કોરીધાકોર બનાસ નદીમાં રાજસ્થાનના
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
બનાસકાંઠામાંથી પસાર થતી બનાસનદીમાં નવા નીર આવ્યા છે ખાસ કરીને બનાસકાંઠામાં વરસાદ ન હોવા છતાં પણ કોરીધાકોર બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લાં બે વર્ષથી વરસાદ ઓછો અને નહિવત જેટલો થવાથી ગતવર્ષે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો બનાસકાંઠા જિલ્લો કરી રહ્યું છે અને બનાસનદી એ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન છે, તેમ છતાં છેલ્લા બે વર્ષથી બનાસ નદીમાં પાણી ના આવતા અહીં દુષ્કાળની
પરિસ્થિતિ સર્જાઈ હતી.  જેના કારણે અહીંના ખેડૂતો અને લોકોની હાલત કફોડી બની ગઇ હતી. ત્યારે બે દિવસથી રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં  ગતરોજ નવા નીર આવતા ખેડૂતોમાં એક નવી આશા બંધાઈ છે. વરસાદના પગલે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી બનાસ નદીમાં એટલે કે અમીરગઢ તાલુકા આવેલ ગામ પાસેથી પસાર થતી નદીમાં નવા નીર આવતા જોવા આવ્યા હતા. દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે બનાસનદીમાં નવા નીર આવતા પાણીના તળ ઊંચા આવશે અને આવનાર વર્ષ સારું જાય તેવી આશા ખેડૂતોને બંધાઈ છે.

Download Our B K News Today App



Related News