જિલ્લામાં “બનાસ ડેરી” દ્વારા ૮૦૮ ગામોમાં દવાનો છંટકાવ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 17:46:59
  • Views : 636
  • Modified Date : 2020-05-13 17:46:59

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ  જિલ્લાના તમામ ગામોમાં આવેલી દૂધ મંડળીઓની સાથે સાથે સમગ્ર ગામમાં પણ દવાનો છંટકાવ થાય અને ગામ સેનિટાઈઝ થાય તેવો નિર્ણય કરતા જિલ્લાના મોટાભાગના ગામોમાં ગ્રામ્ય સેનીટાઈઝેશનની કામગીરી પૂર ઝડપે થઇ રહી છે. તાલુકા દીઠ ગામડાઓની કામગીરી જોઈએ તો અમીરગઢ-૨૯ ગામ, ભાભર-૭૩ ગામ, દાંતા-૧૬ ગામ, દાંતીવાડા-૧૫ ગામ, ડીસા-૪૭ ગામ, દિયોદર-૧૦૮ ગામ, ધાનેરા-૫૩ ગામ, કાંકરેજ-૯૧ ગામ, લાખણી-૧૭ ગામ, પાલનપુર-૫૪ ગામ, રાધનપુર-૭૧ ગામ, સાંતલપુર- ૭૩ ગામ, સુઈગામ-૨૨ ગામ,  થરાદ-૫૧ ગામ, વડગામ-૨૪ ગામ, વાવ-૬૪ ગામ એમ કુલ જિલ્લાના ૮૦૮ ગામોમાં દવાનો છંટકાવ થઈ ચૂક્યો છે

Download Our B K News Today App



Related News