બનાસ ડેરી બનાવશે એશિયાનો સૌથી મોટો કેટલફીડ પ્લાન્ટઃ ચેરમેન શંકરભાઈ ચૌધરી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 10:26:40
  • Views : 335
  • Modified Date : 2022-10-11 10:26:40

    બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પાલનપુર અને વડગામ તાલુકાના પશુપાલકો માટે દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું બનાસ ડેરીના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને તાલુકામાંથી દૂધ ઉત્પાદનમાં અગ્રેસર રહેનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મહિલાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે ડેરીમાં કેટલાય ચેરમેન આવ્યા અને ગયા, પરંતુ પશુપાલકો સદાય રહેવાના છે માટે, મારે એમના સુખાકારી માટે કામ કરવું છે. બનાસ ડેરીના આંગણે આયોજિત દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમમાં પાલનપુર અને વડગામ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઇ, મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ આર. ચૌધરી, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, ડિરેક્ટર દિનેશભાઈ ભટોળ, વડીલ પચાણ કાકા, ફલજીભાઈ સીસરાણા, ભગુભાઈ કુગસીયા, પૂર્વ ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરી,  વિરજીભાઈ જુડાલ, ફતાભાઈ ધરિયા, દિનેશભાઈ કુણીયા, લક્ષ્મીબેન કરેણ, મોતીભાઈ ચૌધરી જિલ્લાના સહકારી,રાજકિય આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા પશુપાલકો અને ખેડૂતો હાજર રહ્યાં હતા.

 

Download Our B K News Today App



Related News