બનાસ, બાલારામ, કલેડી, બબુકારી, અને ખાદેડો નદીમાં ભગવાન શિવનો જળાભિષેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-02 13:22:19
  • Views : 883
  • Modified Date : 2019-08-02 13:22:19

અમીરગઢ પંથકના ખેડૂતોએ ઘણાં સમયથી મેઘરાજાની કાગડોળે રાહ જોયા બાદ મેઘરાજા પણ જાણે કે માની ગયા હોય એમ બે દિવસ અગાઉ અને ગત રાત્રી દરમિયાન અમીરગઢ અને આબુ વિસ્તારમાં ત્રણેક ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો, પશુપાલકો, અને વેપારી વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે માની ગયેલા મેઘરાજાએ સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જાળવી રાખતા પહાડી વિસ્તારનાં ઝરણાં, નદીઓમાં વહેતા નીર, ટહુકતા મોરલાઓથી  કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્‌યું હતું, આમ જાણે દુષ્કાળની અણીએ ઉભેલા આ પંથકને નવજીવન મળતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો, તેમજ દાંતીવાડા જળાશયની જીવાદોરી સમાન ગણાતી આ વિસ્તારની પાંચેય નદીઓમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જાણે ભગવાન શિવે જળાભિષેક કરતા શિવભક્તો અને શિવાલયોમાં પણ એક અનેરો ઉસ્તાહ જોવા મળ્યો છે.



Download Our B K News Today App



Related News