રાજકોટના આ રોડ પર દિવસમાં ખાનગી લકઝરી બસો પર પ્રતિબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-16 13:58:46
  • Views : 111
  • Modified Date : 2023-07-16 13:58:46

રાજકોટની માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ખાનગી લક્ઝરી બસ પર પ્રતિબંધ મુકાયો છે. લાંબા સમયથી ઉઠેલી લોકમાંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાસી ગયા હતા. લાંબા સમયથી ખાનગી લક્ઝરી બસને લઈ નિયંત્રણની માંગણીઓ ઉઠી રહી હતી. અંતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી ખાનગી લક્ઝરી બસ પર પ્રતિબંધ મુકાયો છે.જે બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જાહેરનામાનો બસ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાજકોટ ખાનગી બસ સંગઠનના પ્રમુખ દશરથસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ જાહેરનામાથી રાજકોટના મુસાફરોને મુશ્કેલી પડશે. જાહેરનામા સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવશે. 

Download Our B K News Today App



Related News