સુરતમાં જાહેર રોડ, શેરીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 16:44:58
  • Views : 523
  • Modified Date : 2020-11-08 16:44:58

              રાજ્યમાં ફટાકડા ફોડવાને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી સુપ્રિમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાતે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. સુરત શહેરના બજારો, જાહેર રસ્તાઓ, શેરીઓ, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળો, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.પોલીસ અજય તોમર કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના તહેવાર દરમ્યાન આગ અકસ્માતના બનાવ બને છે. અમદાવાદ શહેરમાં રાતે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લુમ ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. PESO સંસ્થા દ્વારા માન્ય 125 ડેસીબલ યુનિટ અથવા 145 ડેસીબલ (સી)થી ઓછો અવાજ ધરાવતા ફટાકડા વેચી કે વાપરી શકાશે. હોસ્પિટલ, ન્યાયાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, નર્સિંગ હોમ તેમજ ધાર્મિક સ્થળોની 100 મીટર વિસ્તાર સાયલન્ટ ઝોન હોવાથી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીંફ્લિપકાર્ટ, એમેઝોન સહિત ઓનલાઇન કોમર્શિયલ વેબસાઈટ પરથી ફટાકડાના વેચાણ કે ખરીદ કરી શકાશે નહિ. કોઈપણ પ્રકારના તુકકલ કે ચાઈનીઝ તુકકલ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામાનો અમલ આજે 8 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે IPC 188 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News