મિનિસેટ પદ્ધતિથી સૂરણમાંથી બમણું બિયારણ મેળવી શકાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 16:48:44
  • Views : 581
  • Modified Date : 2020-02-10 16:48:44

મિનિસેટ પદ્ધતિથી સૂરણમાંથી બમણું બિયારણ મેળવી શકાય

આપણા રોજિંદા ખોરાકમાં ધાન્ય પાક, કઠોળ પાક પછી કંદમૂળ વર્ગના પાક મોખરાનું સ્થાન ધરાવે છે. સૂરણને કંદમૂળ પાકોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. સૂરણ એ ઉષ્ણ કટિબંધથી માંડીને સમશીતોષ્ણ કટીબંધમાં થઈ શકે તેવો કંદમૂળ પાક છે. સૂરણના કંદમાં સ્ટાર્ચ,  પ્રોટીન અને  ચરબી હોય છે. સૂરણને સામાન્ય રીતે રાંધીને ખાવામાં આવે છે.

કેવી જમીન -આબોહવામાં ઉછેરશો - સેન્દ્રિય ત¥વોથી ભરપૂર, સારા  નિતારવાળી, પોચી અને ભરભરી જમીન સૂરણ પાકને અનુકૂળ આવે છે. ગોરાડુ, ભાઠાની તથા મધ્યમ કાળી જમીનમા પણ સૂરણનો પાક લઈ શકાય છે. પાણી સતત ભરાઈ રહેતું હોવાથી ભારે કાળી અને ચીકણી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી. જે જમીનનો પી.એચ. આંક ૫.૨થી ૬.૭ સુધી હોય તે જમીન સૂરણ પાક માટે અનુકૂળ છે. સૂરણના પાકને સારા વિકાસ માટે ગરમ અને ભેજવાળા  વાતાવરણની જરૂર હોય છે. સામાન્ય રીતે ૨૫ંસે. થી ૩૦ં સે.  તાપમાને સૂરણનો સારો વિકાસ થાય છે.

જમીનની તૈયારી - પાકના વાવેતર માટે રોપણી અગાઉ ૧૫થી ૨૦ દિવસ પહેલાંથી જમીન તૈયાર કરવી જરૂરી છે. શરૂઆતમાં અગાઉના પાકના જડિયા અને અન્ય કચરો દૂર કરીને જમીનને ૨૦થી ૨૫ સેમી જેટલી ઊંડી બેથી ત્રણ ખેડ કરવી. જમીન તૈયાર કરવાના સમયે સારું કોહવાયેલુ છાણિયું ખાતર હેકટરે ૨૫થી ૩૦ ટન જેટલુ નાખવું જરૂરી છે.

સુધારેલી જાત - ગજેન્દ્ર, શ્રી પદમા, સાંત્રાગચી, બીધન કુસુમ, એનડીએ-૯, કોવુર 

ગજેન્દ્ર તથા સાંત્રાગથી જાતની ખાસિયત એ છે કે  કંદ સુંવાળા હોય છે. માતૃગાંઠની બાજુમાંથી બીજી અંગુલી ગાંઠ ઓછી નીકળે છે.આ જાતોનો સ્વાદ ખુબ જ સારોહોય છે અને સારી સંગ્રહશક્તિ ધરાવે છે.રાંધીને ખાવા માટે ઉત્તમ અને ૧૮૦થી ૨૦૦ દિવસમાં તૈયાર થઈ જતો પાક છે વળી સૂરણની વધુ ઉત્પાદન આપતી જાત છે.

કંદ દ્વારા વાવેતર - સામાન્ય રીતે સૂરણનું વાવેતર તેના આખા કંદ અથવા કંદના ટૂકડાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. કંદના ટૂકડા કરતા સમયે દરેક ટૂકડામાં સૂરણ કંદની વચ્ચે રહેલી આંખનો ભાગ આવવો જરૂરી છે. જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને ખેતરમાં પાણીનો ભરાવો થતો હોય તેવી જમીનમાં સૂરણ કંદનુ વાવેતર ૧૫થી ૨૦ સેમી ઊંચા ગાદીક્યારા પર કરવુ જરૂરી છે.

સામાન્ય રીતે વાવણી માટે ખેડૂતો એક સૂરણના કંદમાંથી ચાર ટૂકડા મેળવતા હોય છે પરંતુ મિનિસેટ પદ્ધતિનો ઉપયોગ કરવાથી એક ૧.૫ કિગ્રા સૂરણના કંદમાંથી ૧૦૦ ગ્રામ વજનના ૧૫ ટૂકડા બિયારણ તરીકે મેળવી શકાય છે.

સૂરણ પાકમાં પ્રથમ વર્ષે ઉત્પન્ન થયેલ ગાંઠોને બીજા વર્ષ માટે, બીજા વર્ષે ઉત્પન્ન થયેલ ગાંઠોને ત્રીજા વર્ષ માટે, ત્રીજા વર્ષે ઉત્પન્ન થયેલ ગાંઠોને ચોથા વર્ષના બિયારણ તરીકે વાપરવામાં આવે છે.

વાવણી સમય - જો ખેડૂત પાસે પિયતની સારી સગવડ હોય તો સૂરણનું વાવેતર ફેબ્રુઆરી માસથી શરૂ કરીને એપ્રિલ મહિના સુધી કરી શકાય છે. વરસાદ આધારિત સૂરણની ખેતી કરવા માટે સૂરણનું વાવેતર ચોમાસુ શરૂ થવાના સમયગાળા દરમિયાન (જૂન માસમાં) કરી શકાય છે.

બીજ માવજત - કાર્બેન્ડાઝીમ (૨ ગ્રામ/લિટર) નો ઉપયોગ કરીને પાણીમાં બનાવેલ દ્રાવણમાં ૩૦ મિનિટ સુધી સૂરણ કંદ/ટૂકડાને બોળીને અને છાંયડે સૂક્વીને પછી 

રોપણી કરવામાં આવે છે. સૂરણના કંદ/ટૂકડાને ગાયની છાણની બનાવેલ રબડીમાં બોળીને સૂક્વ્યા પછી વાવણી કરવાથી તેનો ઉગાવો સારો મળે છે.રોપણી બાદની માવજત - સૂરણના અંકુરોને સૂર્યના સીધા કિરણોથી રક્ષણ માટે કંદ રોપી દીધા બાદ ક્યારાઓમાં હેકટર દીઠ ૪૦થી ૬૦ કિલોગ્રામ પ્રમાણે શણનુ બી પૂખવું. શણનો પાક ૪થી ૬ અઠવાડિયાનો થાય ત્યારે એને ઉપાડીને જમીનમાં દાબી દેવો.રોપણી પછી તરત પિયત - રોપણી બાદ તુરંત જ પ્રથમ પિયત આપવું. રોપણી બાદ એક અઠવાડિયે બીજું પિયત આપવુ. ત્યારબાદના પિયત જમીનના પ્રકાર અને ઋતુના સમયગાળાને ધ્યાને લઈને ૭થી ૧૦ દિવસના ગાળે આપવું જોઈએ. સૂરણ પાકને તેના વિકાસના સમયગાળા દરમિયાન ૮થી ૧૦ પિયતની જરૂરિયાત રહે છે.થડની આજુબાજુ માટી ચઢાવવી અને નીંદામણ - રોપણી બાદ ૩૦ દિવસે (હાથ વડે)- ખાતર આપતી વખતે (છોડના થડને નુકસાન ન થાય તે રીતે)  રોપણી બાદ ૬૦ દિવસે (હાથ વડે)- ખાતર આપતી વખતે (છોડના થડને નુકસાન ન થાય તે રીતે)પાક સંરક્ષણ થડનો કોહવારો (કોલર રોટ) - આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. જ્યાં ખેતરમાં પાણી ભરાઈ રહેતુ હોય અને જમીનની નીતારશક્તિ નબળી હોય ત્યાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ રોગમાં છોડના થડ પર સફેદ રંગની દાણાદાર ફૂગનો વિકાસ જોવા મળે છે અને છોડ જમીનની નજીકથી કોહવાઈ જાય છે તથા સૂકાઈ જાય છે.પચરંગિયો - આ રોગ વિષાણુજન્ય છે. તેનો ફેલાવો મોલોમશીથી થાય છે. આ રોગમાં પાન પર પીળા રંગના ધાબા પડે છે.પાનનો ઝાળ - વધારે ભેજવાળા અને ગરમ વિસ્તારમાં આ રોગ વધુ જોવા મળે છે. રોગમાં પાન પીળા પડી સૂકાઈ જાય છે.સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ  - રોગમુક્ રવિયા  બિયારણની પસંદગી કરવી. જૈવિક ફૂગનાશક ટ્રાયકોડર્માનો ઉપયોગ કરી શકાય. કઠોળ પાક સાથેની ફેરબદલી કરવી. રોગગ્રસ્ત છોડને ખેતરમાંથી દૂર કરવો. કેપ્ટાન (૨ ગ્રામ/લિટર) અથવા કાર્બેન્ડાઝિમ ૫૦% વે.પા. (૧ગ્રામ/લિટર) નુ પાણીમાં બનાવેલ અડધાથી એક લિટર દ્રાવણ છોડના થડની આજુબાજુ રેડવું. પાનના ઝાળના રોગના નિયંત્રણ માટે ૨ ગ્રામ મેન્કોઝેબ (૭૫% વે.પા.) અથવા ૧ ગ્રામ પ્રોપિકોનાઝોલ ૧ લિટર પાણીમાં નાખી ત્રણ અઠવાડિયાને અંતરે છંટકાવ કરવાથી રોગનું નિયંત્રણ કરી શકાય છે. સામાન્ય રીતે સૂરણમાં મોલોમશી, થ્રિપ્સ, પાન ખાનારી ઈયળ, ભીંગડાવાળી ઈયળ અને મીલીબગનો ઉપદ્રવ જોવા મળેલ છે. જીવાતના નિયંત્રણ માટે શોષક પ્રકારની માન્ય દવાઓનો ઉપયોગ કરવો.સંગ્રહ સમયે મીલીબગનો ઉપદ્રવ નિવારવા માટે ૧૦ લિટર પાણીમાં એક ચમચી મીઠું નાખીને બનાવેલ દ્રાવણમાં સૂરણની ગાંઠોને ડૂબાડી રાખીને બે દિવસ સુધી છાંયડે સૂક્વ્યા પછી સારી હવા ઉજાસવાળી જગ્યા પર તેનો સંગ્રહ કરવો.ઉત્પાદનસૂરણનું ઉત્પાદન કેટલા વજનની ગાંઠ રોપી છે તે પર અને તેના પાક વ્યવસ્થાપન ઉપર આધારિત છે. સૂરણનુ આશરે ઉત્પાદન ૧૫થી ૨૦ ટન જેટલુ મેળવી શકાય છે.


Download Our B K News Today App



Related News