બલોધર ગામમાં બિરાજમાન નીલકંઠ મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:51:58
  • Views : 339
  • Modified Date : 2020-10-28 11:51:58

બલોધર ગામમાં બિરાજમાન નીલકંઠ મહાદેવ ઉપર ગામલોકો તેમજ આજુબાજુ ગામના લોકોની અનેક ગણી શ્રદ્ધા રહેલી છે. આ મંદિરમાં શિવની શિવલિંગ પુરાણી ખંડિત હોવાથી પ્રતિષ્ઠા પણ કરવામાં આવી નથી. તેના શિવાય અંદર બેઠેલા તમામ દેવતાઓની અગાઉ ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીના પિતા પણ આ મંદિરમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે. વર્ષમાં એક વાર હર્ષ સંઘવીના પિતા ભોલેનાથના દર્શેને આવતા હોય છે. અગાઉ ચોરો દ્વારા હર્ષ સંઘવીના પિતાને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બલોધરના ભગવાન શિવશંકર ઉપર વિશ્વાસ રાખી તેમનો જીવ બચાવવા બિલ્ડીંગ ઉપરથી કૂદી પડયા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. તેમજ ગામના ઈશ્વરભાઈ દેસાઈ દ્વારા જાણવા મળ્યું હતું કે મારી બેબીને કોરોના પોઝિટિવ આવ્યો હતો પરંતુ તેમને ભગવાન ભોળાનાથ શ્રદ્ધા રાખી હતી કે મારી બેબીને કોરોના પોઝિટિવ આવ્યો છે ભગવાન હંજ તારા મંદિરે દરરોજ દર્શન આવું છું તો મારે બેબીને હવે બીજા ટેસ્ટમાં કોરોના નેગેટિવ કરાવજે અને જો ભગવાન ભોલેનાથ તું કોરોના નેગેટિવ નહિ કરાવે તો તારા મંદિરે આજથી હું પગ નહિ મૂકુ તેવી શ્રદ્ધા રાખી હતી. ત્યારે બીજા ટેસ્ટમાં કોરોના નેગેટિવ આવ્યો હતો. આવા તો અનેક દાખલાઓ છે. આ એક શ્રદ્ધાનો વિષય છે જે શ્રદ્ધા રાખે તેને ભગવાન ભોલેનાથ સાક્ષાત કામ પૂર્ણ કરી આપે છે.       

Download Our B K News Today App



Related News