વડાવળ ગામમાં ડીપ્થેરીયા રોગના રક્ષણ સામે બાળકોને રસીકરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 11:39:51
  • Views : 426
  • Modified Date : 2019-11-05 11:39:51

બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને થતા ડીપ્થેરીયા રોગના અનેક કેસો નોંધાયા છે. જેમાં કેટલાંક બાળકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે જેને લઇ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ગામડાઓમાં સતત મોનીટરીંગ કરી આ ચેપી રોગ સામે રસીકરણ કરવામાં આવી રહ્યુ છે ત્યારે ડીસા તાલુકાના વડાવલ  ગામે પ્રાથમિક શાળામાં માલગઢ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ૦ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને ડીપ્થેરીયા રોગની સામે રક્ષણ આપતું રસીકરણ કરવામાં આવ્યું હતું.
વડાવળ પ્રાથમિક શાળામાં વહેલી સવારે જ  માલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  વિભાગની ચાર ટીમ આવી
પહોંચતા ગામના અંદાજિત  ૪૫૦ થી વધુ બાળકોને ડેપ્થેરીયા રોગની રસી
આપવામાં આવી હતી.
આ બાબતે માલગઢ પ્રાથમિક આરોગ્ય  કેન્દ્રના આરોગ્યકર્મી હરેશભાઈએ જણાવ્યું હતું કે દરેક ગામમાં ડીપ્થેરીયા રોગની રસી મૂકવામાં આવી રહી છે. ત્યારે કોઈ બાળક બાકી ન રહી જાય તેની દરેક વાલીઓએ કાળજી રાખવી જોઈએ જેથી કરી આ ચેપી રોગ ફેલાતો અટકાવી શકાય છે.
માલગઢ પ્રાથમિક આરોગ્ય વિભાગની અલગ અલગ ચાર ટીમો બનાવી વડાવળ ખાતે પણ ડીપ્થેરીયા રોગની રસીકરણ કરવામાં આવતા સાડા ચારસો સુધી વધુ બાળકોને આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News