વાવ તાલુકાના કલ્યાણપુરા પ્રા.શાળાના બાળકોનું જીવન જાખમમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 10:53:29
  • Views : 524
  • Modified Date : 2019-06-22 10:53:29

વાવ તાલુકાના કલ્યાણપુરા પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજા ઉપરથી થ્રી ફેઝ વીજલાઈન પસાર થઈ રહી છે. જે વીજલાઈન ત્યાં રહેલ ઝાડવાને  અડતી હોવાથી મોટી જાનહાનિ થવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે. પરંતુ આ બાબત અંગે વાવ વીજ ઓફિસમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતા વીજ કંપની દ્વારા આ અંગે કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમજ તેની તપાસ માટે પણ કોઈ આવ્યું નથી.
આમ વીજ કંપનીની ઓફિસ સિવાય આ બાબતે વાવ મામલતદારને પણ મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
આમ આવનારા સમયમાં આ વીજલાઈનથી કોઈપણ પ્રકારનો ગંભીર બનાવ બની બાળકોને કોઈપણ પ્રકારની જાનહાની થશે તો તેના માટે વાવ વીજકંપની જવાબદાર રહેશે.
આ વીજલાઈનને હટાવવામાં નહી આવે તો કલ્યાણપુરા ગામના વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News