મટકી ઘડતર સાથે બાળકનું જીવન ઘડતર....!!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:19:11
  • Views : 508
  • Modified Date : 2019-06-14 11:19:11

 અત્રેના ફોરજી જમાનામાં મોબાઈલ યુગે માઝા મૂકી છે. ત્યારે હાલમાં મોટાં ભાગના ઘરોમાં જરૂરિયાત કરતાં મોંઘા મોબાઈલ જાવા મળતાં હોવાની સાથો-સાથ મોટાભાગે દિવસ દરમિયાન બાળકો મોબાઈલમાં રચ્યા-પચ્યા હોતા હોય છે. જેના કારણે બાળકોનું શિક્ષણ દિન - પ્રતિદિન કથળતું જઈ રહ્યું છે. તેમજ તેની માઠી અસર બાળકના ભાવિ જીવન ઘડતર ઉપર પણ વર્તાઈ રહી છે. જા કે આ તમામ જવાબદારી જીવન ઘડતર અને તેની કેળવણી કરવાની સૌથી પહેલી ફરજ બાળકનાં માં-બાપની છે. પોતાનું બાળક ભણવા જાય છે તો શાળામાં જાય છે કે કેમ...? શાળામાંથી આવ્યા બાદ ગુરૂજીએ આપેલ લેસન કરે છે કે કેમ...? શાળા સમય બાદ પોતાનું બાળક ક્યાં ક્યાં જાય છે..? કોની-કોની સાથે ફરે છે..? શું-શું પ્રવૃતિ કરે છે. કોઈ કુસંગત તો નથી ને..? કોઈ પ્રકારનું વ્યસન તો કરતું નથી ને ? આ તમામ જવાબદારી તેમજ તેની સંપૂર્ણ તકેદારી રાખવી એ પણ દરેક માં-બાપ ઉપરોક્ત તમામ જવાબદારી નિભાવવામાં અને તકેદારી રાખવામાં ઉણા ઉતરતા હોય છે. જેના પરિણામે પાછળથી પોતાના બાળક પ્રત્યે માં-બાપને ક્યારેક-ક્યારેક શોષવાનો વારો પણ આવતો હોય છે. પરંતુ બધા વાલીઓ પોતાની ફરજમાંથી છૂટતા હોતા નથી. તસ્વીરમાં એક પિતા પોતાના બાળકને શાળા સમય બાદ પોતાના વારસાગત ધંધા સાથે જાતરીને મટકી ઘડતરની કારીગરી શિખવી પોતાના બાળકના જીવન ઘડતરની ફરજ નિભાવી રહેલ જણાય છે.                  

Download Our B K News Today App



Related News