લોકડાઉનના ૩૯ દિવસમાં જિલ્લામાં ૪૧૯૭ બાળકો જન્મ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 12:11:43
  • Views : 885
  • Modified Date : 2020-05-03 12:11:43

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમ્યાન સૌ કોઈ આ ચેપી રોગની રોકથામ માટે ચિંતિત હતા ત્યારે લોકડાઉનના ૩૯ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ૪૧૯૭ બાળકોએ જન્મ લીધો છે. જેમાં ૨૬૨૯ ખાનગી દવાખાનાઓમાં જ્યારે ૧૫૮૬ સરકારી દવાખાનાઓમાં બાળકો જન્મ્યા છે. અત્યંત જોખમી કહેવાતી પ્રસૂતિઓ પણ સરકારી હોસ્પિટલમાં સફળતાથી કરાઈ હતી જેમાં વેડંચાની પીએચસીમાં અ
પગેથી બહાર આવનાર અને ગળામાં ૩ લેયર ગર્ભનાળ વીંટેલી હોવા છતાં સફળતાપૂર્વક બન્ને નવજાત બાળકો બચાવી લેવાયાં હતા.
ફ્રન્ટલાઈનમાં કામ કરતા આરોગ્ય સ્ટાફે કોરોના વાયરસની ખતરનાક બિમારી વચ્ચે પણ બુલંદ હોંસલા સાથે ૪૧૯૭ બાળકોને સહી સલામત જન્મ અપાવ્યો છે અને એક પણ કેસમાં માતા મરણ થયું નથી. તે આરોગ્ય કર્મીઓની આવડત અને સફળતા છે. આંકડાઓ ઉપર નજર કરીએ તો અમીરગઢમાં ૩૦૬, ભાભરમાં ૬૦, દાંતામાં ૨૩૨,
દાંતીવાડામાં ૧૨૯, ડીસામાં ૬૯૪, દિયોદરમાં ૨૧૯, ધાનેરામાં ૨૮૬, કાંકરેજમાં ૨૮૭, લાખણીમાં ૧૧૮,
પાલનપુરમાં ૬૦૨, સુઇગામમાં ૧૯, થરાદમાં ૬૪૪, વડગામમાં ૩૯૭, અને વાવમાં ૨૦૪ પ્રસુતિ નોંધાઇ છે. જેમાં ૧૫૬૮ પ્રસુતિઓ સરકારી દવાખાનાઓમાં જયારે ૨૬૨૯ પ્રસૂતિ પ્રાઇવેટ હોસ્પિટલમાં થઇ હતી. સામાજિક કાર્યકર
પિન્કીબેન પરમારે જણાવ્યું કે "આ પ્રસુતિઓમાં સહુથી મોટો ફાળો ફ્રન્ટલાઈનમાં રહી કામ કરતી આશા વર્કર બહેનોનો છે. જેમણે ઘરે ઘરે જઈને પ્રસૂતા બહેનોનું યોગ્ય રિર્પોટિંગ કરી બાલમરણ અને માતામરણ દર ઘટાડવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી છે."  વેડંચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  લોકડાઉન દરમિયાન ૧૦ પ્રસૂતિ પૈકી ૭ રાત્રે થઈ હતી અને ૩ દિવસે થઈ હતી. અહીં મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા ડો.મીતાબેન કથીરિયાએ જણાવ્યું કે "સરીપડા ગામની એક પ્રસૂતાની ડિલિવરી દરમ્યાન બાળક પગેથી બહાર આવતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે પટોસણના એક કેસમાં પ્રસુતિ દરમ્યાન બાળકના ગળામાં ૩ લેયર ગર્ભનાળ વીંટેલી હાલત હતી જેમાં બાળકને બહાર નીકળતા બાળકની હાલત જોખમી હોવા છતાં સફળતાપૂર્વક પ્રસુતિ  ફિમેલ હેલ્થ વર્કર અને સ્ટાફ દ્વારા સલામત કરાઈ હતી અને હાલ બન્ને બાળકો સ્વસ્થ છે."

Download Our B K News Today App



Related News