પાલનપુરના વેડંચા ગામેથી તાજી જન્મેલી બાળકીને ત્યજી દેવાતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:22:14
  • Views : 568
  • Modified Date : 2019-04-10 06:22:14

 પાલનપુર તાલુકાના વેડંચા ગામે આવેલા એક ખેતરમાં થી મંગળવારે તાજી જન્મેલી બાળકી ત્યજેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યાંથી બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે બાળકીને ત્યજી દેનારી અજાણી મહિલા સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નિઃસંતાન દંપતીઓ શેર માટીની ખોટ પુરી કરવા માટે પથ્થર એટલા દેવ માની પૂજા, બાધા, આખડીઓ રાખતા હોય છે. ત્યાં બીજી તરફ સમાજ માટે લાલબત્તી સમાન તાજા જન્મેલા બાળકોને ત્યજી દેવાના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે. જ્યાં પાલનપુર તાલુકાના વેડંચા ગામે આવેલા એક ખેતરમાં થી મંગળવારે તાજી જન્મેલી બાળકી પડી હોવાની જાણ ગામ થતાં ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા.અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ૧૦૮ને જાણ કરી બાળકીને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે કોઇ મહીલાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ત્યજી દિધી હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ અંગે બાળકીને ત્યજી દેનારી અજાણી મહિલા સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News