સ્કુલમાંથી 8 વર્ષની બાળકીનું અપહરણ કરનારા શખ્સની ધરપકડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:53:17
  • Views : 431
  • Modified Date : 2019-08-30 12:53:17

રાજસ્થાનની એક સ્કુલમાંથી ૮ વર્ષની બાળકીનું અપહરણ કરીને અમદાવાદ આવેલા શખ્સનર્ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને બાળકીનો છુટકારો કરાવ્યો હતો. બાળકીના અપહરણને કારણે રાજસ્થાનની આ સ્કુલમાં વાલીઓએ તેમના બાળકોને સ્કુલે મોકલવાનું બંધ કરી દીધું હતું.  આ બનાવની વિગત મુજબ રાજસ્થાનના ડુગરપુર જીલ્લાના દોવડા વિસ્તારમાં આવેલી સ્કુલમાં ધો.૩માં અભ્યાસ કરતી ૮ વર્ષની બાળકી ૨૧ ઓગસ્ટના રોજ સ્કુલે ગઈ હતી. સ્કુલની હરિફાઈમાં ભાગ લેવા વિદ્યાર્થનીએ નામ પણ લખાવ્યું હતું. જોકે સ્કુલ છુટયા હાદ તે ગુમ થઈ ગઈ હતી. આ અંગે દોવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક વિશેષ ટીમ બનાવીને તપાસ  શરૃ કરી હતી. જેમાં સ્કુલ નજીકની ઝાડીઓમાંથી બાળકીનું દફતર મળી આવ્યું હતું. જોકે બાળકીનો પતો લાગ્યો ન હતો. દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે રાજસ્થાનમાંથી અપહરણ થયેલી ૮ વર્ષની બાળકીને લઈને આરોપી અમદાવાદ આવ્યો છે. જેને આધારે પોલીસે સાબરમતીના મોટેરા સ્ટેડિયમ નજીક નવી બની રહેલી બિલ્ડીંગ પાસેથી આરોપી પ્રહલાદ ઉર્ફે રામદીન દુર્વે (૨૨)ની ધરપકડ કરીને બાળકીનો છુટકારો કરાવ્યો હતો. મુળ તે મધ્યપ્રદેશના મંડલા જીલ્લાનો રહેવાસી હોવાનું પોલીસે કહ્યું હતું. તેણે આઠેક દિવસ અગાઉ રાજસ્થાનની રતનપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણતી બાળકીનું અપહરણ કર્યું હોવાની કબુલાત કરી હતી. તેણે શા માટે બાળકીનું અપહરણ કર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે રાજસ્થાનના દોવડા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. રાજસ્થાનમાં સ્કુલમાંથી આ બાળકી ગુમ થઈ જતા વાલીઓમાં ડર ફેલાયો હતો. બીજીતરફ બાળકોને ઉપાડી જતી કિડનેપર ગેંગ આ બનાવમાં સામેલ હોવાના સોશિયલ મિડીયા પર મેસેજ વાઈરલ થયા હતા. જેને કારણે વાલીઓએ ડરના માર્યા તેમના બાળકોને સ્કુલમાં મોકલવાનું બંધ કરી દીધું હતું.

Download Our B K News Today App



Related News