બાલિસણા નજીક કૂતરાને બચાવવા જતાં તબીબ કાર સાથે નર્મદા કેનાલમાં ખાબક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 12:12:34
  • Views : 556
  • Modified Date : 2020-03-07 12:12:34

પાટણ - ઊંઝા હાઇવે પર કુડેર ગામ નજીક અમદાવાદના ડૉક્ટર ગાડી લઇ પસાર થઇ રહ્યા હતા.તે સમયે સુજલામ સુફલામ કેનાલ પાસે કૂતરું વચ્ચે ઉતરતા તેનો જીવ બચાવવા જતા ડોક્ટરે  સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી કેનાલની રેલીગ પરથી સીધી કેનાલમાં ખાબકી હતી. પરંતુ પાણી વધુ ન હોઈ ગાડીમાંથી બહાર નીકળી ઉપર આવી જતા તેમનો સદનસીબે બચાવ થવા પામ્યો હતો.આમ અમદાવાદ બોપલ ખાતે રહેતા ડૉ હર્ષિલ પટેલ શુક્રવારે સવારે અમદાવાદથી પાટણ ખાતે આવેલ શક્તિ હોસ્પિટલમાં વિઝીટ માટે GI 01 RM 1677નંબરની ટોયટા ગાડી લઇ આવતા હતા. ત્યારે પાટણ -ઊંઝા હાઇવે પર સવારે સાડા સાત વાગ્યાની આસપાસ કુડેર ગામ નજીક આવેલ સુજલામ સુફલામ કેનાલ પાસે અચાનક કૂતરું હાઇવે પર વચ્ચે દોડતા ડૉક્ટર કૂતરાને બચાવવા માટે સ્ટયરીંગ થોડું વાળતા ગાડીમાં સ્પીડમાં હોઈ કેનાલની રેલીંગને અથડાઈ નીચે કેનાલમાં ખાબકી હતી.ડૉક્ટર ગાડીમાંથી બહાર નીકળી કેનાલની બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.કોઈ દુર્ઘટના ન બની હોઈ ડોક્ટરે પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું.કુડેર ગામ નજીક હાઇવે વચ્ચેથી પસાર થતી આ કેનાલનો રસ્તો એસ આકારના વળાંક સાથે સાંકડો હોઈ બે વાહનો એકસાથે સામસામેથી પસાર પણ થઇ શકતા નથી. જેને લઇ અત્યારસુધીમાં સાતથી વધુ અકસ્માત બન્યા છે. જેમાં ત્રણ જેટલા કેસોમાં વાહનો કેનાલમાં પણ ખાબક્યા છે. ત્યારે આ રસ્તો પોહળો કરવા સ્થાનિક લોકોએ આરએનબીને તંત્રને અનેકવાર રજૂઆત પણ કરી છે.જેમાં અધિકારીઓ નિરીક્ષણ કરવા પણ આવ્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.આમ આ ઘટના અંગે ડૉક્ટર હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે કૂતરાને બચાવવા જતા ગાડી કેનાલમાં પડી ગઈ પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ મર્યાદિત વહેતો હોઈ ઉપરાંત પાણી પણ ઓછું હોઈ ગાડી અંદર ન ડૂબતા ગાડીમાંથી બહાર આવી કેનાલ માંથી બહાર નીકળી ગયો હતો. અકસ્માત થતાં જ પહેલાં તો ગભરાઈ ગયો હતો.પરંતુ ઈશ્વરનો આભાર કે કંઈ થયું નથી. 



Download Our B K News Today App



Related News