એકસામટા 8 લોકો અબલાને પીંખી રહ્યા હતા, વિરોધ કર્યો તો નરાધમોએ પાર કરી તમામ હદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 18:38:51
  • Views : 775
  • Modified Date : 2019-08-23 18:38:51

કરનાલ ગેંગરેપની પીડિતાની સાથે 8 આરોપીઓએ ન ફક્ત જાનવરની જેમ વર્તન કર્યું તેની સાથે દરેક હદની દરિંદગી હરકતો કરી. પીડિતાએ જ્યારે પોલીસને આપબીતી સંભળાવી તો ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પીડિતાએ પોલીસને જણાવ્યું કે જ્યારે આરોપી તેની પર ટુટી પડ્યા હતા ત્યારે તે તેમનો વિરોધ કરી રહી હતી. તેમને રોકવા માટે દરેક કોશિશ કરી રહી હતી. આ વાત આરોપીઓને ન ગમી અને આરોપીઓએ તે પીડિતાને લોખંડની પાઈપથી પિટાઈ કરી.

કરનાલ ગેંગરેપની પીડિતા ચંદીગઢના પીજીઆઈ હોસ્પિટલમાં ભર્તી છે. ડોક્ટર તેને બચાવવાની કોશિશમાં લાગ્યા છે. તેના શરીરને એવી રીતે નીચોડી દીધું કે તેના નાજુક અંગ પણ તેની સાથે થયેલી હરકતોની કહાની જણાવી દે છે. તેના શરીરનો કોઈ ભાગ બાકી નથી કે જ્યાં ઈજા ન થઈ હોય. ઘણી જગ્યાએથી તેનાં શરીરમાં લીલા રંગના ડાઘ જોવા મળી રહ્યાં છે.

દરિંદગીના નિશાન તેના શરીર પર સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. આરોપીઓનો વહશીપન યાદ કરીને તે ડરી જાય છે. તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે જ્યારે એક આરોપીએ મને બોલાવીને તેની સાથે લઈ ગયો ત્યારે તેને જાણ નહતી કે તેની સાથે શું થવાનું છે. જ્યારે બધા હવસખોરો તેની પર ટૂટી પડ્યા ત્યારે તે બચવાની તમામ કોશિશ કરતી રહી.

તે રડી રડીને હવસના ભુખ્યા આરોપીઓને રહેમની ભીખ માંગી રહી હતી. તેને છોડી દેવાની ભીખ માંગી હતી. પરંતુ આરોપીઓ પર ફક્ત હવસનું ભૂત સવાર હતુ. તે દરેક પળમાં શરીરને નીચોડી લેવા માંગતા હતા. તેઓએ તેની વાત ન સાંભળી. જ્યારે પીડિતાઓ વિરોધ કર્યો તો તેને લોખંડના પાઈપથી તેને મારવાનું શરૂ કરી દીધું. તે પીડિતાનો આવાજ જોર જોરથી ગુંજી રહ્યો હતો પરંતુ તેની મદદ કરવા માટે કોઈ આવ્યું નહીં.

તે તડપતી રહી. અસહનીય દર્દ સહન કરતી રહી પરંતુ હવસખોરોને તેની પર દયા ન આવી. એક એક કરીને આરોપીઓએ તેની સાથે બલાત્કાર કર્યો. પછી તેને નબળી હાલતમાં છોડીને તેઓ ફરાર થઈ ગયા. થોડા સમય સુધી તે મહિલા ત્યાં જ બેહોશ પડી રહી. જ્યારે તેને હોશ આવ્યો તો તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો.

પીડિતા ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે કરનાલના રેલવે સ્ટેશન પર બેઠેલી હતી. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને ખવડાવવાનું કહીને એક ઔદ્યોગિક ક્ષેત્રમાં લઈ ગયા. જ્યાં પહેલાથી જ સાત લોકો હાજર હતા. તેની પહેલા કે મહિલા કંઈક સમજે, તે હવસખોરોએ તેને દબોચી લીધી અને વારંવાર તેની સાથે રેપ કરતા રહ્યાં.

પોલીસે આ મામલો નોંધી લીધો છે. પોલિસે કહ્યું કે તે આરોપીઓને જલ્દી જ પકડમાં લઈ લેવામાં આવશે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેડ ખંગોળી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News