બાલારામમાં ભક્તોની સાથે સાથે મુર્તિઓની ભીડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 12:03:26
  • Views : 550
  • Modified Date : 2019-08-12 12:05:10

પવિત્ર શિવધામ બાલારામમાં ભક્તોની સાથે સાથે મુર્તિઓની ભીડ જોવા મળી રહ્યી છે. ભક્તો અહીં મુર્તિઓનુ વિસર્જન કરવા આવે છે પરંતુ ભક્તો પોતાની ભક્તીમાં પર્યાવરણનું ધ્યાન રાખતા નથી. જેના કારણે બાલારામમાં ચારેબાજુ ગંદકી જોવા મળી રહ્યી છે.એક તરફ હિન્દુ સંસ્કૃતિમાં નદી ને માતાનો દરજ્જો આપ્યો છે ત્યારે બીજી તરફ દર્શન કરવા આવતા લોકો અહીં ગમે ત્યાં ફુડ પેકેટ, નારીયેળ, મીઠાઈના ખોખા વગેરે જેવો કચરો નાખી આ પવિત્ર ધામ તથા પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.જેના કારણે લોકો પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિ સાથે ચેડા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Download Our B K News Today App



Related News