ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 18:45:48
  • Views : 509
  • Modified Date : 2019-07-03 18:45:48

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થશે તેવા ડર વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાહેલગાહે લઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને હવે બે દિવસ બાકી છે, ત્યાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાહેલગાહે લઈ જવાનું આયોજન કર્યું છે બનાસકાંઠા માં આવેલ બાલારામ રિસોર્ટ માં કોંગ્રેસનો એક દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી 5 જુલાઈના રોજ યોજાનાર હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોને છોડી ન શકાય એ માટે સુરક્ષિત રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને સાહેલગાહે લઇ જવાઇ રહ્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું ..

Download Our B K News Today App



Related News