માળી પરિવારની દીકરીનો હત્યારો માળી યુવક જ નીકળ્યો ડીસામાં મુકબધીર બાળાની ગળું કાપી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:13:43
  • Views : 2607
  • Modified Date : 2020-10-18 11:13:43

બનાસકાંઠા જિલ્લાના ડીસાની માત્ર બાર વર્ષની ઉંમર ધરાવતી એક મુકબધિર બાળા સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. જેની શરીરથી ગળાના ભાગે કપાયેલી હાલતમાં ભાખરની અવાવરું જગ્યાએથી લાશ મળી હતી. આ ઘટનાને પગલે પોલીસે એક આરોપીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પવિત્ર નવરાત્રિ પર્વની શનિવારથી શરૂઆત થઈ છે. ત્યારે શક્તિ અને ભક્તિના આ પર્વ પર નારીને નારાયણીનું નારાયણીનું સ્વરૂપ માનીને તેની પુજા કરવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક મુકબધિર બાળા સાથે દુષ્કર્મ આચરી તેની ર્નિદયતાપૂર્વક હત્યા કરવાની ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમસમી ઉઠ્‌યો છે. ડીસા શહેરમાં આવેલા શિવનગર વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય મુકબધિર બાળાનું  શુક્રવારે સાંજે અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકીનું અપહરણ થયા બાદ તેના પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી પરંતુ કોઈ જ પત્તો  લાગ્યો નહોતો. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી અને તપાસ દરમ્યાન મોડી રાતના સમયે એક અજાણ્યો યુવક આ મુકબધિર બાળાને લઈ જતો સીસીટીવીના ફુટેજમાં દેખાયો હતો. ત્યારબાદ શનિવારે વહેલી સવારના સમયે ડીસાથી દૂર દાંતીવાડા તાલુકાના ભાખર ગામ નજીક એક બાળા મૃત હાલતમાં પડી હોવાના સમાચાર મળતા આ બાળાના પરિવારજનો ભાખર ગામ પહોંચ્યા હતા. જ્યાં અવાવરુ જગ્યા પર બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળાની હત્યા તેનું ગળું કાપીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બાળાનો જ્યાંથી મૃતદેહ મળ્યો હતો તેનાથી થોડા અંતરે જ તેનું માથું પણ મળી આવ્યું હતું. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ ઘટનાને અંજામ આપનાર શખ્સ સામે ફિટકાર વરસાવી રહ્યા હતા. માત્ર બાર વર્ષની વય ધરાવતી આ માસૂમ બાળા કે જે બોલી કે સાંભળી પણ નહોતી શક્તી તેની આટલી બર્બરતાપૂર્વક હત્યા થતાં તેના પરિવારના સભ્યો પણ સમસમી ઉઠ્‌યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ ડોગ સ્કવોડની મદદથી આ જઘન્ય ઘટનાને અંજામ આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોડ અને એફ.એસ.એલ. ની ટીમને બોલાવીને ઘટનાસ્થળ પરથી સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. આ ગંભીર ઘટનાને પગલે રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો. રાજુલબેન દેસાઇ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને આ ઘટનાની ઊંડી તપાસ કરવા માટે પોલીસને આદેશ આપ્યા હતા.
સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનારી આ ઘટના બાદ રાષ્ટ્રીય મહિલા આયોગની દખલગીરીના લીધે સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ અને અંગત બાતમીના આધારે આ ઘટનાને અંજામ આપનાર શખ્સની ગણતરીના કલાકોમાં અટકાયત કરી દીધી છે. વર્તમાન સમયમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક બોલી કે સાંભળી ના શકે તેવી બાળાનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરીને તેની બર્બરતાપૂર્વક હત્યા કરવાની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માત્ર પોતાની હવસ પૂરી કરવા માટે એક માસૂમ મુકબધિર બાળાને પીંખનારને કડકમાં કડક દાખલરૂપ સજા કરવામાં આવે તેવી લોકમાંગ જોવા મળી રહી છે.

પોલીસે ધ્યાન રાખવા જેવા મુદ્દા
- બાળકીનું અપહરણ કર્યા બાદ આરોપી બાળકીને લઈ કયાં કયાં ફર્યો
- પોલીસે પ્રેસ સમક્ષ જે થીયરી કહી છે તે આરોપીના બયાન મુજબ છે જ્યારે ઘટનાને બારીકાઈથી જાેતા આની પાછળ બીજા કારણો પણ હોઈ શકે જેમ કે.
(૧) ભાખર જે જગ્યાએ લાશ મળી ત્યાંથી ડોગ સ્કોર્ડના ડોગ ઉપર મંદિર તરફ ગયો એનો મતલબ એવો થાય એ આરોપી રાતના અંધારામાં દુષ્કૃત્ય કર્યા પછી કયા કારણે મંદિર તરફ ગયો ?
(૨) ઘટનાની રાત અમાવસ્યની રાત હતી જે તાંત્રીકો માટે વિશિષ્ટ હોય, આ બાળકીની બલી પણ ચડાવી હોય તેવી ચર્ચા જાેવા મળી હતી.
(૩) દુષ્કૃત્ય બાદ આરોપી કયાં કયાં રોકાયો તેના કપડા લોહીવાળા હતા કે નહીં ? જાે ગળુ કાપ્યું હોય તો લોહીના ફુવારા ઉડે જ અને તેનાથી કપડા કે હાથ લોહીથી રંગાયા વગર રહે નહીં તેવુ પણ લોકોમાં ચર્ચા હતી તો તેણે કપડા કયા બદલ્યા.
(૪) આરોપીના જણાવ્યા મુજબ બદલો લેવા દુષ્કૃત્ય કર્યુ તો ગરદન કાપવા મોટી છરી કે હથિયાર કયાંથી લાવ્યો અને જાે પહેલેથી જ જાેડે લઈ ગયો હોય તો હત્યાનો ઈરાદો પહેલેથી જ હતો.
(૫) જાે એની બલી ચડાવવામાં આવી હોય તો એને બલી સુધી માર્ગ દેખાડનાર એ તાંત્રીક કોણ ?
(૬) એક માણસથી બળાત્કાર કરવો અને ગરદન કાપી નાંખવી જેવું અધમ કૃત્ય કરવા માટે આરોપીની શારીરિક ક્ષમતા પણ જાેઈએ ?
(૭) આ આરોપી સાથે બીજા કોઈ જાેડાયેલા છે કે નહીં તેની મોબાઈલ ડીટેલ કાઢવી જાેઈએ. આરોપીના ટ્રેક ઉપર અન્ય કોઈ મોબાઈલ સાથે હતો કે નહીં એ ટાવર ઉપરથી ડીટેલ કઢાવી જાેઈએ. આરોપી જે થીયરી કહે છે એ સાચી છે કે નહીં તેના તમામ પાસાઓ તપાસવા જાેઈએ.

આખો દિવસ ચાલેલી અફવા
- આરોપીના એક સગા જે રાજકીય વગર ધરાવે છે તેમણે આરોપીને રાત્રે આશરો આપ્યો
- છોકરીનું ગળું કાપી નાંખ્યુ અને છોકરીની માને મારી નાંખી
- આરોપી તરફથી ફરિયાદી પક્ષને દબાણ કરી સમાધાન કરવાની પેરવી કરાઈ
- આરોપીની ધરપકડ વખતે સ્થળ ઉપર મોટા માથાઓની હાજરી   
- આરોપી દુષ્કૃત્ય કર્યા બાદ એક ફાર્મ હાઉસ ઉપર રાત ગુજારી

Download Our B K News Today App



Related News