શિહોરી ખાતે ભુવા, ધરમ ગુરુ, મૌલવી ટ્રાયબલ હિરલની મિટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 11:28:50
  • Views : 506
  • Modified Date : 2019-06-15 11:28:50

બનાસકાંઠા જિલ્લામાં બાળકને અંધશ્રદ્ધાના ડામ આપવાનો કિસ્સો મીડિયાના અહેવાલમાં જોવામાં આવ્યો હતો ત્યારે મુખ્ય જિલ્લા અધિકારી બનાસકાંઠા આદેશથી તાલુકા હેલ્થ ઓફિસર કાંકરેજ ર્ડા.બ્રિજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ આજરોજ તાલુકા હેલ્થ કચેરી શિહોરી ખાતે લોકોમાં આરોગ્યની કાળજી બાબતે અંધશ્રદ્ધાઓ ગેરમાન્યતાઓ દૂર કરવા વિશેની જનજાગૃતિના ભાગરૂપે ભુવા, ધર્મ ગુરુઓ, મૌલવીઓની બહોળી સંખ્યામાં મીટીંગ રાખવામાં આવી.

જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો બ્રિજેશ વ્યાસ દ્વારા સગર્ભા માતાઓની સેવાઓ કુપોષિત બાળકોની સેવા રસીકરણ કાર્યક્રમ ટી.બી, મેલેરીયા મચ્છર જન્ય રોગો વિશે મુખ્યમંત્રી અમૃતમ યોજના આયુષ્માન ભારતની મળતી સેવાઓ/બાલશાખા-૩ની સેવાઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી તથા લાભ લેવા વિશેની સમજ આપી ભુવા, ધર્મ ગુરુ, મૌલવીઓને દુવાઓની સાથે દવા લેવા અંગે સમાજને આહવાન કરવામાં આવે તો આરોગ્યમાં સારો સુધારો થઇ શકે તે માટે મદદરૂપ થવા ભાર મુકવામાં આવેલ જેમાં ભુવા, ધર્મ ગુરુઓ દ્વારા પણ પૂરેપૂરો સહકાર આપવા થતા તેમના મંતવ્યો રજુ કરવામાં આવેલ અને સારો એવો પ્રતિસાદ મળેલ. ત્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર તાલુકા હેલ્થ વિઝીટર તાલુકા નોડલ(ટેકો) તથા ફાયનાન્સ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ.



Download Our B K News Today App



Related News