વિરમગામના યુવા પત્રકાર ગોવિંદ પનારાએ બાલ સેવા કેન્દ્રના બાળકો સાથે જન્મ દિવસ ઉજવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 12:18:20
  • Views : 517
  • Modified Date : 2019-05-01 12:18:20

સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર સમાચાર માટે સતત ફિલ્ડમાં ફરતા હોય છે અને ઘણી વખત પોતાના માટે પણ પુરતો સમય કાઢી શકતા નથી. નિષ્ઠાવાન પત્રકારો દ્વારા પોતાના વિસ્તારના પ્રાણપ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને સાથે સાથે પોતાના વ્યવહર દ્વારા અન્ય લોકોને સારા કાર્યો કરવા માટે પ્રેરણારૂપ પણ બનતા હોય છે. વિરમગામના યુવા પત્રકાર ગોવિંદ પનારા દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર મહાત્મા ગાંધી હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બાલ સેવા કેન્દ્ર ખાતે કુપોષિત બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાલ સેવા કેન્દ્રમાં બાળકોના હાથે કેક કાપવામાં આવી હતી અને યુવા પત્રકાર ગોવિંદ પનારા દ્વારા બાલ સેવા કેન્દ્રના બાળકોને ફ્રુટની સાથે રાઇડર  સહિતના રમકડાઓ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુવા પત્રકાર ગોવિંદ પનારા, જ્યોત્સનાબેન, બળવંત ઠાકોર, દશરથ અતિત, કે.એમ.મકવાણા સહિત મોટી સંખ્યામાં મિત્રો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News