માલસણ પ્રા.શાળામાં ધોરણ ૮ ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:41:58
  • Views : 461
  • Modified Date : 2019-04-16 06:41:58

થરાદ તાલુકાની માલસણ પ્રા.શાળામાં ધોરણ- ૮ ના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમના ભાવિ ઉજજવળ બને તેમજ જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામના પાઠવવામાં આવી. સાથે સાથે  શાળાના બાળકોએ પણ ફૂલ નહી તો ફૂલની પાંખડી સમાન શાળા પરિવારને ભેટ આપી હતી.આ વિદાય પ્રસંગે ભાંણજીભાઈ ચોથાભાઈ પટેલ તરફથી શાળાના ૩૦૦ બાળકોને દાબેલી ખવડાવી ખુશ કરી દીધા અને ધોરણ ૮ ના ૪૫ બાળકોએ ભીની આંખે શાળાની વિતાવેલી યાદગાર પળોને યાદ કરી વિદાય લીધી હતી. 


Download Our B K News Today App



Related News