વાઈબ્રન્ટ ઈંગ્લિશ મીડિયમ દ્વારા મુલાકાતનું આયોજન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 07:16:53
  • Views : 458
  • Modified Date : 2019-04-14 07:16:53

થરાદ- ધાનેરા હાઈવે પર આવેલી વાઈબ્રન્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલે થરાદના જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. બાળકો રંગીન કપડા, ગોગલ્સ, ફેન્સી ડ્રેસ, પર્સ સાથે ઉત્સાહપૂર્વક સ્કૂલમાં દાખલ થતાં જોઈ કોઈ રેમ્પ-શો જેવુ લાગી રહ્યું હતું. દરરોજના નિયમ મુજબ પ્રાર્થના,પ્રતિજ્ઞાપત્ર,રાષ્ટ્રગાન કરીને નાના ભૂલકાં પોતાના વર્ગમાં હાજરી પુરાવી હતી. જેમાં શાળાના પ્રિન્સિપાલ વિક્રમભાઈ પટેલ તથા  ક્લાસ ટીચર રંજન મેડમે બાળકોને શિસ્તબધ્ધ રીતે બસમાં બેસાડયા હતા.ત્યારબાદ સૌપ્રથમ બળિયા હનુમાનજીના દર્શન કર્યા. ક્લાસ-૧ ના નાના ભૂલકાં હનુમાનજી આગળ નતમસ્તક થયા. મેડમ તથા સરે શનિવાર હોવાથી હનુમાન ચાલીસા ગાઈ બાળકોને ભક્તિરસથી તરબોળ કર્યા હતા. મનોજવં મારુતિ તુલ્ય જેવા  શ્લોકો  સાંભળી બાળકો ધન્ય થયા. મંદિરની બાજુમાંથી પસાર થતી નર્મદાકેનાલ બતાવી બાળકોને પાણીનું મહત્વ સમજાવ્યું હતું. પાણીથી સિંચાઇ થાય, પાણીથી વિદ્યુત ઉત્પન્ન થાય, પાણીએ પૃથ્વી પરનું “અમૃત” છે, તેનો બગાડ ન કરવો જોઈએ જેવી વાતો જણાવી નાના બાળકો બાળપણથી જ પાણીનું મહત્વ સમજે અને તેનો યોગ્ય ઉપયોગ કરે તે સમજાવ્યું. ત્યાથી ખુશખુશાલ બાળકો સાચવેતીપૂર્વક બસમાં ગોઠવાયા. બસમાં જ તેમને નાસ્તો કરાવ્યો. ત્યાંથી જૈનોના પ્રખ્યાત ધામ વરખડી જૈન મંદિરની મુલાકાત લીધી અને તેઓએ કરેલા માનવહિતના કાર્યોથી બાળકોને વાકેફ કર્યા. આમ નાની મુલાકાત દરમ્યાન બાળકોએ ઘણુબધું જીવનભાથુ ભેગું કરી શાળા પરત ફર્યા. આમ સમગ્ર મુલાકાત દરમ્યાન બાળકોની સાચવણી, કાળજી,સાર-સંભાળ માટે શાળાના આચાર્ય વિક્રમભાઈ  પટેલે તેમજ રંજન બેને સતત પ્રવૃત રહી મુલાકાતને યાદગાર તેમજ સફળ બનાવી.


Download Our B K News Today App



Related News