થરાદની જે.જે. હોસ્પિટલમાં વિચિત્ર બાળકનો જન્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-07 11:36:18
  • Views : 7179
  • Modified Date : 2020-06-07 11:36:18

થરાદ શહેરમાં આવેલ જે.જે.હોસ્પિટલમાં એક મહિલાને ડીલીવરી થતા બાળક વિચિત્ર પ્રકારનું જન્મ્યુ હતું. આ બાળકને માથા અને મગજનો ભાગ વિકસીત ન હતો. આ બાળક જનમતા જ મૃત્યુ પામ્યું હતું.
આ વિશ્વમાં વિજ્ઞાન થકી મનુષ્ય ગમે તે કરી શકે છે પરંતુ કુદરત આગળ લાચાર છે. જેમાં થરાદની જે.જે. હોસ્પિટલમાં ડો. નરપતભાઈ ચૌધરી દ્વારા એક નોર્મલ ડિલીવરી કરવામાં આવી હતી. જેમાં ભાગ્યે જ જોવા મળતુ જન્મજાત ખામીવાળુ બાળક પુરા મહિને જન્મ્યુ હતું. આ પ્રકારની ખામીમાં બાળકને આંખથી ઉપરનો માથાનો અને મગજનો ભાગ વિકસેલો હોતો નથી. આથી બાળકનો દેખાવ બહુ જ ભયાનક લાગતો હોય છે. મેડીકલ ભાષામાં આને ખોડખાંપણ અને એનનફિકેલ કહેવાય છે. આ તકલીફ જ્યારે ગર્ભમાં બાળકનો વિકાસ થતો હોય ત્યારે ફોલીક એસિડ તત્વની ઉણપના લીધે થાય છે. આ બાબતે એમ.એસ. સર્જન ગાયનેક ડોકટર નરબતભાઈએ જણાવ્યું હતું કે આવી તકલીફ નિવારવા માટે પ્રેગનન્સી દરમ્યાન શરૂઆતથી જ ફોલિક એસિડની ગોળી ડોકટરની સલાહ મુજબ લેવી. તેમજ આવા કેસમાં કોઈ ઓપરેશનની જરૂર પડતી નથી, નોર્મલ ડીલીવરી થઈ શકે છે. આવી ડીલીવરી ડોકટર નરપતભાઈ દ્વારા ચાર વખત કરેલી છે.

Download Our B K News Today App



Related News