માતાએ અઢી વર્ષના બાળકનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાંધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 13:27:01
  • Views : 485
  • Modified Date : 2019-08-31 13:27:01

ધોલેરા હાઇવે પર ચાઇનીઝ ફાસ્ટ ફૂડનો ધંધો કરતા નેપાળીની પત્નીએ અગમ્ય કારણોસર મોડી રાત્રે 2.5 વર્ષનાં બાળકનું ગળું કાપી હત્યા કરી હતી. બાળકની હત્યા કર્યા બાદ માતાએ પણ પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. 108 દ્વારા બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

પતિ નેપાળ નહિ લઈ જાય તેનું મનમાં લાગી આવતા કર્યો આપઘાત
ધોલેરા દરજી શેરીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી વીરબહાદુર સોનાર ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરે છે. પરિવારમાં પત્ની (ઉ.વ.22)અને 2.5 વર્ષનો પુત્ર હતો. પત્ની શાંતાબેને પતિને નેપાળ વતનમાં જવાની વાત કરી હતી. જોકે, વીરબહાદુરે 1 તારીખે જવા કહ્યું હતું. પતિ નેપાળ નહિ લઈ જાય તેનું મનમાં લાગી આવતા શાંતાબેને શુક્રવારે ઘરે કોઈ હાજર ન હોવાથી 2.5 વર્ષના પુત્ર લક્ષમણનું ગળું કાપી હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ધોલેરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News