કાંકરેજના ઉંબરી ગામે બાળ લગ્ન થતાં મહિલા હેલ્પલાઇન ટીમ પહોંચી કન્યાના માંડવે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 11:57:57
  • Views : 787
  • Modified Date : 2019-05-26 11:57:57

કાંકરેજના ઉંબરી ગામે એક સગીર યુવતિના બાળ લગ્ન થવાના હોવાથી કોઈ થર્ડ પાર્ટી દ્વારા બાળ સુરક્ષા પ્રતિબંધક કચેરીમાં આ બાબતે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. પરંતુ બાળ સુરક્ષા પ્રતિબંધક દ્વારા યોગ્ય સમયે કાર્યવાહી હાથ ન ધરાતાં શખ્સે તારીખ-૨૩/૦૫/૨૦૧૯ ના રોજ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભ્યમમાં કોલ કરી વિગત હકીકત જણાવતાં બનાસકાંઠા જિલ્લા મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા બાળ સુરક્ષા પ્રતિબંધક કચેરીને જાણ કરતાં એવું જણાવેલ કે અમોને જાણ કરવામાં આવી છે તમે પહોંચો અમે આવીએ છીએ. આથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભ્યમ ટીમ
બપોરના ૧૫-૨૪ કલાકે ઉંબરી ગામે જવા   રવાના થઈ હતી અને શિહોરી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સ્થાનિક પોલીસને સાથે રાખી ઉંબરી ગામે જયાં સગીર યુવતિના બાળ લગ્ન થવાના છે, ત્યાં પહોંચી યુવતિની જન્મ તારીખ ચેક કરતાં યુવતિ સગીર હોવાનું અને ઉંમર ૧૬ વર્ષ થતી હોવાથી કન્યાના માંડવે વરરાજાની જાન પહોંચે એના એક દિવસ અગાઉ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
૧૮૧ મહિલા હેલ્પલાઇન અભ્યમ કાઉન્સલર મધુબેન વાઘેલા એએસઆઈ મહિલા કોન્સ્ટેબલ કોકિલાબેન પુરોહિત તેમજ પાયલોટ વસનાભાઈ દેસાઈ દ્વારા બાળ સુરક્ષા પ્રતિબંધક અધિકારીને સાથે રાખી ગામના પંચો સાથે કન્યાના માતાપિતા પાસેથી બાળ લગ્ન ન કરવા બાંહેધરી લખાણ સાથે બાળ લગ્ન થતા  અટકાવવામાં આવ્યા હતા. એકબાજુ લગ્ન મંડપ બંધાઈ રહ્યો હતો. ઢોલ ઢબુકી રહ્યા હતા. લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા, ત્યારે લગ્ન પ્રસંગે આવેલ સગા સ્નેહીજનોમાં લગ્નનો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો. કન્યા પણ તેના પતિની જાન આવવાના કલાકો ગણતી હતી, માંડવે લીલા તોરણીયા બંધાઈ રહ્યા હતા ત્યારે માંડવે જાનના બદલે અચાનક ૧૮૧ અભયમ વાન આવતાં લગ્નનો મંડપ કન્યાના પરિવારને  છોડવાનો વારો આવતાં લગ્ન માંડવે આવેલ સગાં સ્નેહીજનો નિરાશ થઇ જવા પામ્યા હતા.

Download Our B K News Today App



Related News