મારૂ સંતાન આદર્શ સંતાનઃ બાળ કેળવણીની તાલીમ આપતા પૂ. અપૂર્વ મુનિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:20:31
  • Views : 459
  • Modified Date : 2019-05-04 12:20:31

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પાલનપુરમાં માનવ ઉત્કર્ષ પ્રવચન માળા ચાલી રહી છે. જેના બીજા દિવસે વક્તા અપૂર્વ મુનિ સ્વામીએ હું અને મારા સંતાનો વિષય ઉપર પ્રવચન આપ્યું હતું.પાલનપુર ખાતે ચાલી રહેલી માનવ ઉત્કર્ષ પ્રવચન માળામાં બીજા દિવસે અપૂર્વ મુનિ સ્વામીએ હું અને મારા સંતાનો વિષય ઉપર વાત કરતા જણાવ્યું હતું કે, પોતાના સંતાનને ગર્ભથી જ સંસ્કાર આપવા તેમજ માત્ર સંસ્કાર નહિ પણ તેમને શિક્ષિત બનાવવા તેમજ સાથે-સાથે સહનશીલ બનાવવાની પણ વાત કરી હતી. આ પ્રવચન માળામાં બાળકો અને માતા-પિતા માટે માતૃ વંદના પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. જેમાં વ્યસન મુક્તિ તેમજ પરિવારના સંપ ઉપર પણ આયોજન કરાયું છે. આ પ્રવચનમાં  દૂર દૂરના અંતરેથી મોટી સંખ્યામાં હરિ ભક્તો આવી રહ્યા છે. હજુ ત્રણ દિવસ ઉત્કર્ષ માળા ચાલશે.


Download Our B K News Today App



Related News