બાકીદારોએ વેરો ન ભરતા પાલનપુર પાલિકા દ્વારા કાર્યવાહી પાલનપુરમાં બાકીદારોની ૧૧ દુકાનો સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:24:00
  • Views : 367
  • Modified Date : 2021-01-09 11:24:00

બનાસકાંઠાના પાલનપુરમાં લીઝ પર આપેલી દુકાનોનો ટેક્સ ન ભરતા ૧૧ દુકાનો સીલ કરવામાં આવી છે. અને પાલિકાએ ઉપરથી રૂા. ૨.૩૦ લાખનોે દંડ વસુલ કર્યો છે. નગરપાલિકાએ બાકીદારો સામે કરેલી કડક કાર્યવાહીથી અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.
પાલનપુર શહેરમાં
નગરપાલીકા દ્વારા અનેક
શોપીંગ અને કોમ્પલેક્ષ બનાવી તેની દુકાનો લીઝ પર આપવામાં આવી હતી. જેના માટે દર મહિને દુકાનદારોએ તેનું ભાડું ચૂકવવાનું હોય છે પરંતુ કેટલાક રીઢા દુકાનદારો છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાને સમયસર ભાડું ચૂકવતા ન હતા. જે માટે પાલિકાએ વારંવાર નોટીસ આપવા છતાં પણ કોઈજ જવાબ કે ભાડું ન ચૂકવતા આખરે નગરપાલિકાના સંચાલકોએ ૧૧ દુકાનોને સીલ મારી દીધું છે. નગરપાલિકાની વેરા વસૂલાતની ટીમે આવા ૧૬ રીઢા બાકીદારોને નોટીસ પાઠવી હતી. જેમાંથી પાંચ દુકાનદારોએ બાકી નીકળતા ભાડાના ૨.૯૦ લાખ રૂપિયા ભરી દીધા છે.  
પરંતુ બાકીના ૧૧ દુકાનદારોએ ભાડું ન ચૂકવતાતેમની દુકાનો નગરપાલિકાએ  સીલ કરી દિધી છે.

Download Our B K News Today App



Related News