અમીરગઢમાંથી ૮૦ બકરાંની ચોરી થતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 11:34:23
  • Views : 639
  • Modified Date : 2019-09-07 11:34:23

અમીરગઢમાંથી ગુરૂવારની રાત્રે અજાણ્યા શખ્સોએ  ૮૦ નંગ  બકરાંઓની ચોરી કરતાં  પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જોકે આ ઘટના અંગે
પશુપાલકે પોલીસને જાણ કરી હતી.
અમીરગઢ રબારી વાસમાં રહેતા જોરાભાઈ રામાભાઈ રબારીને ૧૫૦ જેટલા બકરાં બકરી છે.  તેઓના પરિવારનું ગુજરાન પશુપાલન પર ચાલે છે. દિવસભર પોતાના
પશુઓને ચરાવી પરત ઘરે લાવી વાડામાં રાખે છે. જે નિત્યક્રમ મુજબ ગુરુવારની સાંજે પણ તમામ પશુઓને પોતાના વાડામાં પુરી પરિવાર રાત્રિના સમયે આરામ કરી રહ્યા હતા. તે સમયે અજાણ્યા શખ્સો વાડાની કાંટાની વાડ હટાવી વાડામાં રહેલા અંદાજે ૮૦ જેટલા પશુઓની ચોરી કરી ગયા હોવાની સવારે પશુપાલકને થતા તેઓ હેબતાઈ ગયા હતા.  આ ઘટનાની જાણ પરિવાર સહિત અન્ય સમાજના લોકોને કરતા
પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે
પશુપાલકે રૂ. ૮ લાખની કિંમતના બકરાં-બકરી નંગ ૮૦ અજાણ્યા ઈસમો લઇ ગયા હોવાની જાણ અમીરગઢ પોલીસને કરી હતી.


Download Our B K News Today App



Related News