નાણાંમંત્રીએ રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 10:22:19
  • Views : 312
  • Modified Date : 2021-03-04 10:22:19

નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ ૨,૨૭,૦૨૯ કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન
પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.
૫૮૭.૮૮ કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક ૧,૬૭,૯૬૯.૪૦ કરોડ, મહેસૂલી ખર્ચ ૧,૬૬,૭૬૦.૮૦ કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત ૧૨૦૮.૬૦ કરોડ, મૂડીની આવક ૫૦૭૫૧ કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ ૫૬,૫૭૧.૭૨ કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) ૫૮૨૦.૭૨ કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.
ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની ૩૦૨૦ નવી જગ્યા ઉભી કરાશે. ૪૧ શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે. પોલીસ તંત્ર માટે ૮૭૬ વાહનો ખરીદવામાં આવશે. પોલીસ આધુનિકીકરણ માટે ૨૬ કરોડની જાેગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૪૭૮ કરોડની જાેગવાઈ સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે. ૮૦૦ ડિલક્ષ અને ૨૦૦ સ્લીપર કોચ મળીને ૧૦૦૦ નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે ૫૦૦ વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે. એસટી દ્વારા ૫૦ ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મુકવામાં આવશે. ૫૦ સીએનજી વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન નિર્માણ પામશે. ૪૮૦૦ કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે.
૨૮૯૩ કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જાેડતા
રાજકોટથી અમદાવાદ રસ્તાનું ૨૬૨૦ કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ છે. ૧૧૬ રસ્તાના અનુભાગોની ૧૯૫૧ કિમ લંબાઈને ૧૦ મીટર કે ૭ મીટર પહોળા કરવાની કામગીરી ૨૩૩૧ કરોડના ખર્ચે પ્રગતિમાં છે. ૩૦૧૫ કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા ૧૭૪૯ કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન કરાયું છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે ૧૫૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે ૧૦૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. - વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧,૩૨૩ કરોડની જાેગવાઈ કરાઈ છે.  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના માટે ૧૧૦૬ કરોડની જાેગવાઈ કરાઈ છે.  ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડતી બાલસખા-૩ માટે ૧૪૫ કરોડની જાેગવાઈ છે. નવી સિવિલ, અમદાવાદની સુવિધાઓને ૮૭ કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે
૧૦૮ સર્વિસમાં ૩૦ કરોડના ખર્ચે નવી ૧૫૦ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ માટે ૩૫૧૧ કરોડની જાેગવાઈ કરાઈ છે. પૂરક પોષણ યોજનાઓ માટે ૯૩૯ કરોડની જાેગવાઈ કરાઈ છે. ગંગા સ્વરુપ આર્થિક સહાય યોજના હેઠળ ૮ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા ૭૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. ૧૫થી ૧૮ વર્ષની ૧૧ લાખ ૭૬ હજાર કિશોરીઓને લાભ આપવા પૂર્ણા યોજના અંતર્ગત ૨૨૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. પાણી પુરવઠા માટે ૩૯૭૪ કરોડની યોજના બનાવાઈ છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૨૮૪૧ ગામોના પ્રગતિ હેઠળના તથા ૧૯૪૧ ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે ૧ હજાર કરોડની જાેગવાઈ કરાઈ છે. વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ માટે ૯૬૮ કરોડની જાેગવાઈ કરાઈ છે.
નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની ૧૪૩ કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે બજેટમાં ૬૭૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ
સ્થાપવા ૩૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. રાજ્યના બાકી રહેલા ૧૭ લાખ ૭૮ હજાર ઘરોમાં નળ જાેડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા ૩૦૦ કરોડની જાેગવાઈ કરાઈ છે. અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે ૨૨૭૫ કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ થશે, જેના માટે ૭૫૮ કરોડની જાેગવાઈ કરાઈ છે.
અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે ૫૬૮ કરોડની ફાળવવામાં આવ્યા છે. ૨૦૨૨માં શહેરમાં સૌને ઘર આપવા માટે ૫૫,૦૦૦ આવાસો બનાવાશે, જેના માટે ૯૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો લાઈટ- મેટ્રો નીઓ જેવી નવી ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા શરુ કરાશે, જેના માટે ૫૦ કરોડ ફાળવાયા છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ૮૭૯૬ કોરડની ફાળવાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા માટે ૧૫મા નાણાંપંચ હેઠળ ૨૩૮૫ કરોડની જાેગવાઈ કરાઈ છે. માદરે વતન અને અર્બન યોજના માટે ૧૪૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત પર ૨ લાખ ૬૭ હજાર ૬૫૦ કરોડનું દેવું
ગુજરાત પર કેટલું દેવું છે તેનો આંકડો જાહેર કરાયો છે.  દેશમાં સૌથી વિકસિત કહેવાતા ગુજરાત પર ૨ લાખ ૬૭ હજાર ૬૫૦ કરોડનું દેવું છે.


૨૦૨૨ સુધીમાં ૫૫ હજાર આવાસોનું નિર્માણ કરાશે
બજેટમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩ હજાર ૪૯૩ કરોડની ફાળવણી કરાઇ છે. ૨૦૨૨ સુધીમાં ૫૫ હજાર આવાસોનું નિર્માણ કરાશે. ૫૫ હજાર આવાસોના નિર્માણ માટે ૯૦૦ કરોડની જાેગવાઇ કરાઇ છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૭૨૩૨ કરોડની જાેગવાઈ
•    રાજ્યના ૪ લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્ય આપવાની યોજના માટે રૂ. ૮૭ કરોડની જાેગવાઈ
•    ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત રૂ. ૮૨ કરોડની જાેગવાઈ
•    બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડની જાેગવાઈ
•    એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસ માટેની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જાેગવાઇ.
•    ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. ૬ હજાર નાણાકીય સહાયની યોજના માટે રૂ. ૩૨ કરોડની જાેગવાઈ.  
•    ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં કરવા માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે રૂ.૨૦ કરોડની જાેગવાઈ
•    ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી ૧૮૦૦ ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડની જાેગવાઈ.
•    રોગ-જીવાતના સમયસર સરવે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે રૂ. ૨ કરોડની જાેગવાઇ.


ઇતિહાસનું સૌથી મોટું બજેટ
ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી નીતિન પટેલે ૨૦૨૧-૨૨નું રજૂ કર્યું છે તે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. કૃષિ વિભાગ માટે ૨૭ હજાર ૨૩૨ કરોડ અને શિક્ષણ વિભાગ માટે ૩૨ હજાર ૭૧૯ કરોડની જાેગવાઈ .તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૧ હજાર ૩૨૩ કરોડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૩ હજાર ૫૧૧ કરોડ ની જાેગવાઈ કરવામાં આવી છે.

૨૦૨૧-૨૨ના બજેટમાં રોજગારીને લઈને જાહેરાત
નાણાંમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રોજગારીને લઈને મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે પોતાની બજેટ સ્પીચ વાંચતા જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનોમાં, ગ્રાન્ટેડ સંસ્થાઓમાં તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવશે.

જળસંપત્તિ વિભાગ માટે રૂ. ૫૪૯૪ કરોડની જાેગવાઈ
•    રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની જાેગવાઇ.
•    અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. ૭૫૭ કરોડની જાેગવાઇ.
•    રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. ૩૧૨ કરોડની જાેગવાઇ.
•    બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જાેગવાઈ
•    સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જાેગવાઇ
•    સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. ૧૦ કરોડની જાેગવાઈ.


બાગાતી યોજના માટે બજેટમાં ૪૪૨ કરોડની જાેગવાઈ કરાઈ
રાજ્ય સરકારના બજેટમાં આ વર્ષે બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. ૪૪૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. બિન ઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે ઉપયોગમાં લઇ શકાય તે હેતુથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની જાહેરાત કરેલ છે.


જળસંપત્તિ વિભાગ માટે રૂ. ૫૪૯૪ કરોડની જાેગવાઈ
•    રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયેલ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થયેલ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવેલ છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેલ છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.૧૦૭૧ કરોડની જાેગવાઇ.
•    અટલ ભુજલ યોજના હેઠળ ૫ વર્ષના સમયગાળા માટે રૂ. ૭૫૭ કરોડની જાેગવાઇ.
•    રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. ૩૧૨ કરોડની જાેગવાઇ.
•    બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.૨૨૬ કરોડની જાેગવાઈ
•    સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જાેગવાઇ
•    સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા ૭૩૭ તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી ૩ કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. ૧૦ કરોડની જાેગવાઈ.


મત્સ્યોદ્યોગ
•    દરિયાઈ વિસ્તારનાં ૧૦ હજાર માછીમારોને હાઇસ્પીડ ડીઝલ ઓઇલ પરની વેટ માફી યોજનાનો લાભ આપવા માટે રૂ. ૧૫૦ કરોડની જાેગવાઇ.
•    નવાબંદર, માઢવાડ, વેરાવળ, પોરબંદર અને સુત્રાપાડા મત્સ્ય બંદરોનો વિકાસ તથા કુદરતી આફતો સામે બોટ પાર્કિંગ સુવિધાઓ, મત્સ્ય પકડાશના સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે

Download Our B K News Today App



Related News