ગઢ પંથકમાં વાયુ વાવાઝોડાના પગલે થયેલ વરસાદથી બાજરીના પાકને વ્યાપક નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 11:19:42
  • Views : 526
  • Modified Date : 2019-06-19 11:19:42

વાયુ વાવાઝોડાના પગલે હાલ વરસાદની સીસ્ટમ સક્રિય થતાં બનાસકાંઠામાં ઠેરઠેર વરસાદનું આગમન થયુ છે અને છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. તેના પગલે પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં આવેલ ગામોમાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે અને સમગ્ર પંથકમાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરીનું વાવેતર કરેલુ હોઈ હાલમાં બાજરીની કાપણી ચાલુ છે. ત્યારે ઓચિંતાનો વાતાવરણમાં પલ્ટો આવી વરસાદ આવતાં ખેડૂતોના બાજરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યુ છે. હાલમાં ખેતરોમાં બાજરીનો પાક કાપણી કરેલો પડયો છે અને લણણીનું કામ ચાલુ છે. ત્યારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરુ થતાં બાજરીના ડોડા અને બાજરીના ઘાસને નુકસાન થવા પામ્યુ છે. આ વર્ષે વરસાદ ઓછો હોવાથી શિયાળુ પાકમાં ઓછુ વાવેતર થવાથી ખેડૂતોએ ઉનાળુ બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યુ હતુ
અને પાક પણ સારો હતો. પરંતુ અચાનક વાતાવરણમાં પલ્ટો આવી  વરસાદ આવતાં ખેડૂતોને હાથમાં આવેલ પાક ખોવાનો વારો આવ્યો છે અને પશુઓ માટે ઘાસચારાની તંગી વર્તાય તેવી પરિસ્થિતી ઉભી થઈ છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા કોઈ યોગ્ય સહાય આપવામાં આવે તો પશુપાલકોને ઘાસચારો મળી રહે.

Download Our B K News Today App



Related News