સુરતમાં ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા એક યુવકનું બજરંગદળના કાર્યકરોએ કર્યું મુંડન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 14:52:57
  • Views : 104
  • Modified Date : 2023-06-19 14:52:57

 સુરતમાં બજરંગદળના કાર્યકરોએ ગાર્ડનમાં હોબાળો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના  ડિંડોલી વિસ્તારમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં યુવતી સાથે 3 યુવકો બેઠા હતા. આ દરમિયાન બજરંગદળના કાર્યકરો ત્યાં આવી પહોંચતા યુવકો ભાગવા લાગ્યા હતા. જેમાંથી એક યુવકને બજરંગદળના કાર્યકરોએ ઝડપી પાડ્યો હતો. જે બાદ તેનું મુંડન કરી આ યુવકને પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ યુવતીએ ફરિયાદ ન નોંધાવતા પોલીસે યુવકને છોડી મુક્યો હતો.સુરતમાં રોમિયોગીરી કે છોકરીઓની છેડતીની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, આવી ઘટનાઓને રોકવા બજરંગ દળના કાર્યકરો એકલતામાં કે ગાર્ડનમાં બેસતા છોકરા-છોકરીઓ પર નજર રાખતા હોય છે, જેનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત જાહેર સ્થળોએ અશોભનીય પ્રવૃત્તિઓ રોકવા બજરંગ દળના કાર્યકરો સતત કાર્યરત હોય છે. આવી જ એક ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ છઠ તળાવ ગાર્ડનમાં બની હતી. જેમાં એક ગાર્ડનમાં યુવતી સાથે બેઠેલા 3 યુવકો પૈકી એકને ઝડપી પાડ્યો હતો અને તેનું મુંડન કરી પોલીસને સોંપ્યો હતો.

Download Our B K News Today App



Related News