ડીસા શહેરના પિતૃકૃપા શોપિંગ સેન્ટરમાં લગાવેલ હિન્દુ ધર્મના ભગવાનના ફોટાઓ બજરંગ દળ દ્વારા હટાવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-19 11:03:01
  • Views : 464
  • Modified Date : 2022-05-19 11:03:01

ડીસા શહેરના પિતૃકૃપા શોપિંગ સેન્ટરમાં લગાવેલ હિન્દુ ધર્મના ભગવાનના ફોટાઓ બજરંગ દળ દ્વારા હટાવાયા

 

ડીસા શહેરના પિતૃકૃપા શોપિંગ સેન્ટરમાં લગાવેલ હિન્દુ ધર્મના ભગવાનના ફોટા ઉપર સ્થાનિક લોકો ગંદકી કરતા હોવાના કારણે ડીસા શહેર બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તમામ ફોટાઓ હટાવવામાં આવ્યા હતા.

 

 હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે જેના કારણે હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં ખાસ આસ્થા રાખતા હોય છે જેના કારણે ડીસા શહેરના મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં સીડીઓ બનાવવામાં આવી છે તેની આજુબાજુ હિન્દુ ધર્મના ભગવાનના ફોટા વાળી ટાઈલ્સો લગાવવામાં આવી છે. ત્યારે શોપિંગ સેન્ટરોમાં આવતા ગ્રાહકો અને સ્થાનિક દુકાનદારો ઉપર પોતાની દુકાન તરફ જતા સમયે સીડીઓમાં લગાવેલ ભગવાનના ફોટા ઉપર ગંદકી કરતા હોય છે આ બાબતની જાણ ડીસા ખાતે કાર્યરત બજરંગ દળના કાર્યકર્તાઓ ને તથા તેઓએ તાત્કાલિક શોપિંગના માલિકોને હિન્દુ ધર્મના દેવી દેવતાઓના ફોટા હટાવવા માટે જાણ કરી હતી પરંતુ સાત દિવસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ શોપિંગ સેન્ટરના માલિકો દ્વારા એક પણ ફોટો હટાવવામાં ના આવતા બજરંગ દળના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા અને ડીસાના ગાયત્રી મંદિર પાસે આવેલ પિતૃકૃપા શોપિંગ સેન્ટરની સીડીઓમાં લગાવેલ તમામ હિન્દુ ધર્મના દેવી દેવતાઓના ફોટા જાતે જ થોડી વડે તોડી નીકાળવામાં આવ્યા હતા આગે બજરંગ દળના કાર્યકર્તાઓ એ જણાવ્યું હતું કે ડીસા શહેરમાં જે પણ શોપિંગ સેન્ટરોમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના ફોટા વાળી ટાઈલ્સો હશે તે તમામ તાત્કાલિક હટાવવા માં નહીં આવે તો આવનારા સમયમાં અમારા કાર્યકર્તાઓ દ્વારા જાતે જ આ તમામ ટાઈલ્સો નીકાળી દેવામાં આવશે

Download Our B K News Today App



Related News