પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલ બાજોઠિયા મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:06:27
  • Views : 391
  • Modified Date : 2020-08-10 12:06:27

પાંડવો ૧૪ વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અનેક
પવિત્ર સ્થળો પર પાંડવો દ્વારા ભગવાન શિવના મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પાલનપુરથી થોડાક અંતરે અરવલ્લીની ગિરીમાળાઓમાં બાજોઠિયા મહાદેવ બિરાજમાન છે.
પાલનપુર નજીક આવેલું આॅપાંડવકાળ સમયનું
બાજોઠિયા મહાદેવ પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અને કુદરતના ખોળે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની નબળી નેતાગીરી કારણે બાજોઠિયા મહાદેવનું મંદિરનું આજદિન સુધી ધાર્મિક સ્થળની સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે કોઈ જ વિકાસ થયો નથી. માન્યતા મુજબ વનવાસ દરમિયાન પાંડવોએ આ વિસ્તારમાં બાજોઠ પર મહાદેવની સ્થાપના કરી હતી. જેથી બાજોઠિયા મહાદેવના નામ તરીકે ઓળખાય છે. જોકે સમય વિતતા ત્યાં એક નાના મંદિરમાંથી મોટું મંદિર બનાવ્યું અને આજુબાજુના લોકોની આસ્થા વધતી ગઈ. ધીરે ધીરે મંદિરે આવવા લાગ્યા અને તેમાંથી બાજોઠિયા મહાદેવ ધામ તરીકે ઉભરી આવ્યું છે. શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓનો શ્રાવણ માસના દર સોમવારે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી ભક્તો બાજોઠિયા મહાદેવના દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. પરંતુ આ વખતે કોરાના વાયરસના ભયથી શ્રાવણ માસના આખા મહિના દરમ્યાન મહાદેવના દર્શન કરવા માટે ભક્તો ફરકયા પણ ન હતા.

Download Our B K News Today App



Related News