સેંકડો પરિવારો માણસા, કલોલ અને દહેગામમાં આવી ગયા બાદ અમદાવાદની સરહદે ગાંધીનગરના ૧૯ ગામોમાં હવે બાજનજર રખાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 11:44:37
  • Views : 440
  • Modified Date : 2020-04-18 11:44:37

અમદાવાદ જિલ્લાની સરહદે  આવેલા ગાંધીનગર  તાલુકાના ૧૯ ગામોમાં આવન-જવાન પર રોક રાખવા કલસ્ટરની રચના કરી ૧૦  અધિકારીઓના નેતૃત્વમાં કલસ્ટરનુસાર ટીમની રચના કરીને જવાબદારી સોંપવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના ઘણાં ગામડાઓ અમદાવાદ શહેરને અડીને આવેલા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ૫૦૦ જેટલા કોરોનાના પોઝિટીવ કેસો નોધાયા છે. અમદાવાદ જિલ્લાના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કને કારણે ગાંધીનગર તાલુકાના નાગરિકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે માટે અમદાવાદ જિલ્લાની સરહદ પર આવેલા ગામોમાં અમદાવાદના સંક્રમિત  નાગરિકોના સંપર્કમાં કોઇ લોકો ન આવે તેમજ જો કોઇ કારણસર કોઇ વ્યક્તિ આવી રીતે સંપર્કમાં આવે તો તેને ઓળખી કાઢી તેનું આરોગ્યલક્ષી સ્ક્રનીંગ કરી સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી તકેદારીના
પગલાઓ લેવા માટે આજ રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ૧૯ જેટલા ગામો માટે ૧૦ કલસ્ટરની રચના કરવામાં આવી છે.
આ ગામોમાં ગાંધીનગર તાલુકાના ખોરજ, જમીયતપુરા, દંતાલી, શેરથા, અડાલજ, ઝુંડાલ, અંબાપુર, કોટેશ્વર, સુધડ, નભોઇ, અમીયાપુર, ભાટ, લીંબડિયા, કરાઇ, ચિલોડા(ના), રણાસણ,
રાયપુર, મેદારા, સોનારડા ગામનો સમાવેશ થાય છે. આ ગામો માટે ૧૦ કલસ્ટરની રચના કરવામાં આવી છે. આ માટે પાટનગર યોજના વિભાગ – ૧ ના મદદનીશ ઇજનેર વી.એમ. પટેલ, એન.એમ. ચૌહાણ, એ.એફ. બાલી મ, કે.એન.પ્રજાપતિ, એન.વાય. દવે, ડી.બી.હીરપરા, એચ.જી. આંકોલિયા, એમ.આર.ઢોલા, વી.આર.મકવાણા અને
પાટનગર યોજના વિભાગ નંબર – ૪ ના મદદનીશ ઇજનેર જે.કે.મર્ચન્ટના નેતૃત્વમાં દશ ટીમોની રચના કરવામાં આવી છે.
આ ટીમો દ્વારા સરહદી વિસ્તારના ગાંધીનગર તાલુકાના ગામોમાં દરેક દરેક ધરોમાં
તપાસ કરીને કોઇ પણ વ્યક્તિ તેની કાયદેસરની મંજુરી મેળવીને પાસ મેળવીને અમદાવાદ જિલ્લામાં કે ગામની બહાર જતી હોય તેવી વ્યક્તિઓની યાદી બનાવશે. તેમજ તેવા વ્યક્તિઓની સમયાંતરે આરોગ્યલક્ષી ચકાસણી તાલુકા હેલ્થ ઓફિસરની મદદથી કરાવશે. આવા ગામોમાં કોઇ બિન જરૂરી રીતે કે પાસ મેળવ્યા વિના અન્ય લોકોના સંપર્કમાં આવતી વ્યક્તિઓ અંગેની માહિતી પણ સ્થાનિક સુત્રોની મદદથી મેળવશે. બીનજરૂરી હેર-ફેરને પોલીસની મદદ મેળવીને તેમને અટકાવશે અને જરૂર જણાયે ત્યાં દંડનીય કાર્યવાહી પણ હાથ ધરશે.
આ ઉપરાંત સંબંધિત ગ્રામ કક્ષાના કર્મચારીઓને માર્ગદર્શન આપી દેખરેખ રાખવી તેમજ કોવીડ-૧૯ નું સંક્રમણ ન થાય તે માટેના જરૂરી તમામ
પગલાઓ જેવા કે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જાળવવું, માસ્ક
પહેરવાની અમલવારી,
થુંકવાના પ્રતિબંધનો અમલ વગેરે પગલાંઓ ઇન્સીડન્ટ કમાન્ડરના માર્ગદર્શન હેઠળ કલસ્ટર અધિકારીઓ લેશે. તે ઉપરાંત ગ્રામકક્ષાના કર્મચારીઓ અને કલસ્ટર અધિકારીઓ આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News