પાલનપુર શહેર સજ્જડ બંધને કારણે બજારો સૂમસામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 12:03:20
  • Views : 1471
  • Modified Date : 2020-05-14 12:03:20

કોરોના મહામારીને પગલે મંગળવારથી પાલનપુરને સજ્જડ બંધ રાખી લોકડાઉનના પાલન કરવાના વેપારીઓના નિર્ણયને બહોળો પ્રતિસાદ મળ્યો છે. શહેરમાં મંગળવારે દુધ તેમજ મેડીકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેતા સમગ્ર શહેર સુમસામ ભાસી રહ્યુ હતુ. પરંતુ કેટલાક લોકો હજુ સુધી શહેરની સ્થિતી જોવા વિવિધ બહાના હેઠળ નીકળ્યા તો
પોલીસ જવાનોએ તમામને
પરત ઘરે મોકલી દીધા હતા.
ત્યારે પાલનપુર શહેરમાં વેપારીઓને અલગ અલગ એસોસિએશને વહીવટી તંત્ર સાથે રહી મંગળવારથી રવિવાર સુધી પોતાના વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય કર્યો છે. જેને લઇ મંગળવારે નિર્ણયના પ્રથમ દિવસે શહેરની સ્થિતી જાણવા બી.કે.ન્યુઝ ના રિપોર્ટર દિનેશ ઠાકોરે પ્રયાસ કર્યા હતો. ત્યારે શહેરના ટેલીફોન એક્સચેન્જ વિસ્તારમાં લોકડાઉન દરમ્યાન ભરાતુ શાકમાર્કેટ સમસામ જોવા મળ્યું હતુ. શાકભાજી કે ફ્રૂટની એક પણ લારી જોવા મળી ન હતી. નગરપાલિકા વિસ્તારમાં ભરાતા હોલસેલ શાકમાર્કેટ વેપારીઓની બુમાબુમથી  ધમધમતુ હોલસેલ માર્કેટ પણ સુમસામ ભાસી રહ્યુ હતુ. જ્યારે કરીયાણાની મોટાભાગની દુકાનો ધરાવતા બારડપુરા વિસ્તારમાં કોઇ હતુ જ નહી ફક્ત એક મેડીકલ ખુલ્લી હતી. જેમાં ૪-૫ ગ્રાહકો દવાની ખરીદી રહ્યા હતા. અમીરરોડ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ કોઇ જ લારી કે કોઇની હિલચાલ જોવા મળી ન હતી. ગુરૂનાનક ચોકમાં ડીવાયએસપી સહિત પોલીસ કાફલો પોલીસ ચેક પોઇન્ટ પર ખડેપગે હતો. અને શહેરમાં પ્રવેશતા વાહનચાલકોને કારણો પુછી રહ્યા હતા. શહેરના
પશ્ચિમ પોલીસ વિસ્તારમાં કોઝી સર્વીસ રોડ પર ભરાતા શાકમાર્કેટ નજીક પહોંચ્યા તો ત્યાં પણ કોઇ જ હિલચાલ હતી નહી. કોઝી પોલીસ પોઇન્ટ પર પોલીસ જવાનો વાહનચાલકોને કારણ પુછી રહ્યા હતા. તો વળી કેટલાક ઘરમાં ન રહેવાની ટેવ વાળા લોકો શાકભાજીના બહાને બજારમાં રાઉન્ડ લગાવવા નીકળી પડ્‌યા હતા. તો પોલીસ કામ વગર બહાના બનાવી નીકળી પડેલા લોકોને પરત ઘરે મોકલી રહ્યા હતા. ત્યારે લોકડાઉન દરમ્યાન ૧૨ વાગ્યા બાદ જોવા મળતી સ્થિતી શહેરની વહેલી સવારથી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News