પાલનપુરની બજારમાંતોલમાપ વિભાગના દરોડા...વેપારીઓમાં ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-28 17:30:49
  • Views : 853
  • Modified Date : 2020-05-28 17:30:49

લોકડાઉન 4 માં સરકાર દ્વારા વેપારીઓને છૂટછાટ આપી છે. તેમજ માર્કેટ ખુલતાની સાથે જ પાન ,મસાલા, ગુટખા, બીડી સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓની પણ ભારે અછત  સર્જાઈ છે જેનો લાભ લઇ કેટલાક વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદ મળતાં જ આજે પાલનપુરમાં તોલમાપ વિભાગ ની ટીમ સક્રિય બની હતી. તોલમાપ વિભાગે આજે અલગ-અલગ ત્રણ બનાવી વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. પાન મસાલા ગુટકા બીડી તેમજ કરિયાણાની દુકાનો પર mrp કરતા વધારે કિંમત લેતા તેમજ વજન કરતા ઓછું આપતા વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી, તોલમાપ વિભાગ ના દરોડા થી વજન માં ગફલો કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો...

Download Our B K News Today App



Related News