બનાસકાંઠા જિલ્લાના દિયોદર બજારમાં લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 15:16:49
  • Views : 579
  • Modified Date : 2020-05-22 15:16:49

બનાસકાંઠા જિલ્લાના દિયોદર બજારમાં લાગી આગ 

બનાસકાંઠાના દિયોદરની  બજારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં અગમ્ય કારણોસર આગ કાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

દિયોદરમાં  મુખ્ય માર્કેટમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. બનાવના પગલે ફાયર ફાઇટર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આજુબાજુના લોકો અને ફાયર ફાઈટરે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. દિયોદરમાં મુખ્ય માર્કેટમાં આવેલ જલારામ ફ્રૂટ ભંડારની આગ ભાભૂકી ઉઠતા જ લોકોએ સતર્કતા દાખવતા મોટી જાનહાની ટળી હતી. પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. જ્યારે ઉનાળાના ધીમધમખાતી ગરમીમાં આગથી દુર દુર સુધી ધુમાડાના ગોતેગોટા દેખાતા લોકો ભયભીત બની ગયા હતા. જ્યારે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહત અનુભવી હતી.  


Download Our B K News Today App



Related News