ગરીબોના થાળીમાંથી કોળિયો છીનવાય તેવો વારો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 10:58:45
  • Views : 560
  • Modified Date : 2019-05-16 10:58:45

રાજ્યમાં આ વર્ષે રેકોર્ડબ્રેક રીતે બાજરીનો વીસ કિલોનો ભાવ 400 થી 450 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 300 રૂપિયાની આસપાસ રહેતો બાજરીનો ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બાજરી ખાવી પણ પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. દુષ્કાળની સ્થિતિ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે.બનાસકાંઠામાં મોટાભાગે બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ બનાસકાંઠામાં ગત વર્ષે વરસાદ ઓછો થતા પાણીની ઘટ પડી હતી, અને જિલ્લાના ખેડૂતોએ બાજરીનું ઓછું વાવેતર કર્યું હતું. જેમાં બનાસકાંઠા કુલ ૧,૪૦,૫૦૦ હેકટરમાં જ બાજરીનું વાવેતર થયું હતું. જોકે પાણીની તંગીના કારણે ઓછું વાવેતર થતા બાજરીનું ઉત્પાદન ઓછું થયું અને બાજરીની બજારમાં માંગ વધતા બાજરીની કિંમતમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જે બાજરી પહેલા 20 કિલોના 300 રૂપિયે વેચાતી હતી, તે હાલ 400 થી 450 સુધી વેચાઈ રહી છે. જેથી માર્કેટમાં બાજરી વેચવા આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે તેમને આજ પ્રમાણે ભાવ મળે અને ભાવમાં કોઈ ઘટાડો ન થાય.

Download Our B K News Today App



Related News