કાણોદરના બંધ ગોડાઉનમાંથી રૂ.૪.પ૯ લાખનો બાયોડિઝલનો જથ્થો મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:44:33
  • Views : 341
  • Modified Date : 2020-12-22 11:44:33

પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં પોલીસ અને પુરવઠા વિભાગે સંયુક્ત રીતે બાયોડિઝલ અંગેની કાર્યવાહી કરી હતી. જેમાં બંધ
ગોડાઉનમાંથી રૂ.૪.પ૯ લાખનું પ્રતિબંધિત બાયોડિઝલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધીક્ષક તરુણ કુમાર દુગ્ગલ
પાલનપુર, બનાસકાંઠાએ ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધિત બાયો ડીઝલનું ગેર કાયદેસર વેચાણ અટકાવવા જરૂરી અમલવારી કરવાની સૂચનાના આધારે સુશીલ અગ્રવાલ (મદદનીશ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ) પાલનપુરના માર્ગદર્શન હેઠળ બી.આર.પટેલ પાલનપુર તાલુકાને મળેલ હકીકત આધારે કે.કે.પાટડીયા પોલીસ સબ ઇન્સપેક્ટર, જે. કે.જુગી
પોલીસ સબ ઇન્સપેક્ટર,
પોલીસ સ્ટાફના જયેશકુમાર, કેતનકુમાર,  રાજેશદાન, દીપકભાઈની ટીમ દ્વારા કાણોદર ગામે ઇન્ડેન ગરાસિયા ગેસ ગોડાઉન સામે આવેલ બંધ ગોડાઉનમાં રેઇડ કરતા તેમાં શંકાસ્પદ બાયો ડીઝલ હોવાનું જણાતાં સરકારની ગાઈડલાઇન મુજબ મામલતદાર પાલનપુર તથા
પુરવઠા વિભાગની ટીમના જાેઈન્ટ સીઝીગ ઓપરેશન દ્વારા આ ગોડાઉનના માલિક અશરફભાઈ જીવાભાઈ સોલંકીના કબ્જામાંથી
ગેરકાયદેસર બાયો ડીઝલ યુક્ત પેટ્રોલીયમ પદાર્થ લીટર ૮૨૦૦ કિંમત રૂ.૪,૫૯, ૨૦૦/- (ચાર લાખ ઓગણસાઈઠ હજાર બસો ) મળી આવતા નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે.

Download Our B K News Today App



Related News