દિયોદર હાઇવે પર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત ઃ એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 12:10:26
  • Views : 1055
  • Modified Date : 2020-06-28 12:10:26

દિયોદર હાઇવે ભેસાણા ચોકડી પાસે વહેલી સવારે ટ્રેકટર ચાલકે ગલફત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જેમાં અન્ય બે યુવકોને ગંભીર રીતે ઇજા થતા સારવાર અર્થે ૧૦૮ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
દિયોદર હાઇવે ભેસાણા ચોકડી પાસે વહેલી સવારે ટ્રેકટર ચાલકે ગલફત ભર્યું ટ્રેકટર
હંકારી આગળ જઇ રહેલ બાઈક ચાલકને પાછળના ભાગેથી ટક્કર મારતા બાઈક પર સવાર અમરતજી ઠાકોર રહે. તેરવાડાનું નીચે પટકાતા ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ઠાકોર પ્રહેલાદજી રતાજી અને લાલજીજી સવસીજી ઠાકોરને શરીરના ભાગે ઇજા થતા ૧૦૮ દ્વારા સારવાર અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ અન્ય લોકોને થતા લોકોના ટોળા ઘટનાસ્થળ પર એકઠા થઇ ગયા હતા ને
પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર આવી મૃતકની લાશને પીએમ અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જે અંગે દિયોદર પોલીસે ટ્રેકટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.

Download Our B K News Today App



Related News