બાઈક ચોરીનો ભેદ ઉકેલતી દાંતા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 12:16:59
  • Views : 1246
  • Modified Date : 2019-05-03 12:16:59

 દાંતા પોસ્ટે વિસ્તારમાંથી ત્રણ ઇસમોને ચોરીની બે બાઇક સાથે પકડી પાડી બાઇક ચોરીનો ભેદ દાંતા પોલીસે ઉકેલી નાંખ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલનાઓની મિલકત સબંધી ગુના રોકવાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.આર. જનકાંત,  સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર  એન.ડી. અંસારીના માર્ગદર્શન આધારે  બી.કે.ગોસ્વામી
પોલીસ સબ ઇન્સ. દાંતા પોસ્ટે, ચંદનસિહ પરબતસિંહ, ગંભીરસિંહ કાનસિંહ, સુરેશભાઇ વિરાભાઇ, રાહુલભારથી ગોવિંદભારથી, વિષ્ણુભાઇ અણદાજી, શોકતખાન અકબરખાન, શોહરતખાન હયાતખાન વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પોસ્ટે. વિસ્તારમાં
પેટ્રાલિંગમાં હતાં. દરમ્યાન પીપળાવાળી વાવ ગામેથી બે મોટર સાયકલો સાથે (૧) સોમાભાઇ કિરીયાભાઇ જાતે.પારગી ઉ.વ.૧૯ (૨) ગુલાબભાઇ બાબુભાઇ જાતે.ગમાર ઉ.વ.૨૦ બંન્ને રહે.ઉપલી સુબરી તા.જી.ઉદેપુર (રાજસ્થાન) (૩) હસનાભાઇ મણસીભાઇ જાતે.બુંબડીયા (આદી) ઉ.વ.૨૦ રહે.બડલા  તા,જી.ઉદેપુર (રાજસ્થાન)વાળાઓને (૧) હિરો એચ.એફ ડીલક્ષ કાળા કલરનું લાલ પટૃવાળું જેની આગળ નંબર પ્લેટ નથી. અને પાછળના ભાગે નંબર જોતા
આર.જે. ૨૭ એસ ૩૧૨૧ લખેલ છે. જેનો ચેચીસ નંબર સ્મ્ન્ૐછ૧૧છઈઈ૯ડ્ઢ ૨૩૮૯૪ તથા એન્જીન નંબર ૐછ૧૧ઈહ્લઈ૯ડ્ઢ૨૦૧૧૧ નો  છે. જે મોટર સાયકલ આજથી દસ દિવસ અગાઉ ઇડર વિજયનગર ત્રણ રસ્તા મુકામેથી ચોરેલાનું જણાવેલ છે તથા (૨) હિરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું જેની આગળ પાછળ નંબર પ્લેટ નથી. જેનો ચેચીસ નંબર સ્મ્ન્ૐછ૧૦ઈઢમ્ૐસ્૦૨૩૬૭ તથા એન્જીન નંબર ૐછ૧૦ઈહ્લમ્ૐસ્૦૨૯૫૭ નો છે. જે મોટર સાયકલ આજથી ચાર દિવસ અગાઉ ખેડબ્રહ્મા નાણાગામ મુકામેથી ચોરેલાનું જણાવેલ છે. જે બંન્ને મોટર સાયકલો કિં.રૂ.૮૦,૦૦૦/- ની ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદરે ત્રણેય ઇસમોને તા.૩૦/૦૪/૨૦૧૯ કલાક.૧૯/૦૦ વાગ્યે સી.આર.પી.સી કલમ ૪૧ (૧) (ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અને સદરે ઇસમોની  પુછપરછ કરતા ખેડબ્રહ્મા તથા વડાલી પોસ્ટે વિસ્તારમાંથી બીજા મોટર સાયકલોની ચોરી કરેલાનુ કબુલેલ છે અને સદરે ઇસમોની વધુ પુછપરછ કરતા બીજા મોટર સાયકલના ચોરીના વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેમ છે.

Download Our B K News Today App



Related News