વાવ-થરાદ હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 11:40:05
  • Views : 303
  • Modified Date : 2020-09-18 11:40:05

બનાસકાંઠાના વાવ-થરાદ હાઇવે પર અકસ્માતમાં ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.  બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને સાંચોર જતા રસ્તા પર અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જેમાં  અત્યાર સુધી અનેક લોકોએ પોતાની મહામૂલી જિંદગી ખોવાનો વારો આવ્યો છે. ત્યારે શુક્રવારે વધુ એક અકસ્માત  થરાદ-વાવ હાઇવે પર બન્યો હતો જેમાં બાઈક સવારનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની વિગતો જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના થરાદ -વાવ હાઇવે પર આવેલા ચારડા ગામના પાટિયા નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઈક ચાલક હસાભાઈ દલાભાઈ પટેલ (અંદાજીત ઉં.વ.૨૮) ગામ રાવળાનું કમકમાટીભર્યું ઘટના સ્થળે મોત
નિપજ્યું હતું. જ્યારે બાઇકની પાછળ બેઠેલ તેમની પત્ની નિલાબેન હસાભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હસાભાઈ પટેલનું ઘટના સ્થળે મોત થતા લાશને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે વાવ-થરાદ હાઇવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતની પોલીસને જાણ થતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવી હતી.

Download Our B K News Today App



Related News