થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 12:05:16
  • Views : 623
  • Modified Date : 2020-10-17 12:05:16

થરાદ રેફરલ હોસ્પિટલ
પાસે બપોરના સમય બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત થતા અરેરાટી પ્રસરી જવા પામી હતી.
થરાદ-વાવ હાઇવે પાસે ટ્રાફિકની સમસ્યાના કારણે અનેક વખત અકસ્માતો થવાના બનાવો બનવા પામ્યા છે. જેમાં નિર્દોષ લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. જેમાં વાવ તરફથી આવતી મોટી ટ્રક અને સામે એક બાઇક પર બે ઈસમો બાઇક લઈને આવી રહ્યા હતા. ત્યારે થરાદ રેફરલ હોસ્પિટલ
પાસે બાઈક અને ટ્રક અથડાતા બાઈકચાલક અને બાઇક ટ્રકના ટાયર નીચે આવી જતા એક બાઇક પર બેઠેલ ઈસમનું ઘટના સ્થળે મોત થયું હતું,
જ્યારે બીજા ઈસમ ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News