ડીસામાં વાહનની ટક્કરે બાઈકસવારનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:38:52
  • Views : 4247
  • Modified Date : 2021-01-09 11:38:52

બનાસકાંઠામાં ડીસા પાસે શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે
આજુબાજુના લોકોએ ભેગા થઈ પોલીસને જાણ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં હાલમાં અજાણ્યા વાહનની ટક્કરે વારંવાર અકસ્માતો સામે આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી વાહનચાલકો ટક્કર મારી ફરાર થઈ જતા અનેક લોકો મોતને ઘાટ ઉતર્યા છે વારંવાર સર્જાતા અકસ્માતના કારણે લોકોમાં પણ હાલ ભય જાેવા મળી રહ્યો છે.  જિલ્લામાં છેલ્લા એક મહિનામાં બાઇક સવારોને અનેક અકસ્માતો નોંધાયા છે. જેમાં અત્યાર સુધી આવા અકસ્માતોમાં અનેક બાઈક સવારોના મોત પણ
નિપજ્યા છે.
 ડીસામાં બનાસપુલ પાસે શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના બની છે. ડીસા ખાતે રહેતા જગદીશભાઇ ચમનાજી ગેલોત પોતાનું બાઇક લઇને આખોલથી  ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક જગદીશભાઈ ગેલોત  રોડ પર પટકાતા અને માથાના ભાગે ગંભીર ઇજા
પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી કરી હતી.
જ્યારે આ અકસ્માત અંગે જાણ કરતાં ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને
પીએમ અર્થે ખસેડી હતી. અકસ્માત બાદ ફરાર થનાર અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News